For Quick Alerts
For Daily Alerts
ગૅંગ ઑફ ઘોસ્ટ્સ સાથે ડેબ્યુ કરશે મીરા ચોપરા
મુંબઈ, 3 મે : બૉલીવુડ અભિનેતા વિજય વર્માએ જણાવ્યું કે તેઓ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન મીરા ચોપરા સાથે ફિલ્મ ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં દેખાશે. મીરા આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે, જ્યારે વિજય અગાઉ રંગરેજ તેમજ ચિત્તાગોંગ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.
સતીશ કૌશિક દિગ્દર્શિત ગૅંગ ઑફ ઘોસ્ટ્સ અંગે વિજયે જણાવ્યું - હું ફિલ્મ વિશે કંઈ ન કહી શકું. આ ફિલ્મમાં મીરા મારા સહ-કલાકાર હશે. આ તેમની પ્રથમ ફિલ્મ છે. ગૅંગ ઑફ ઘોસ્ટ્સ બંગાળી ફિલ્મ ભૂતેર ભબિષ્યતની હિન્દી રીમેક છે. નિર્માતા રતન જૈને 2012માં આવેલી આ બંગાળી ફિલ્મના રાઇટ્સ હિન્દી રીમેક બનાવવા માટે ખરીદ્યાં છે.
દરમિયાન વિજય વર્મા પોતાની ફિલ્મ મૉનસૂન શૂટઆઉટને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ માટે મોકલવામાં આવતાં ખુશ છે.
Comments
meera chopra gang of ghosts satish kaushik vijay verma bollywood મીરા ચોપરા ગૅંગ ઑફ ઘોસ્ટ્સ સતીશ કૌશિક વિજય વર્મા બૉલીવુડ
English summary
Meera Chopra making her debut with gang of ghosts with Vijay Verma. Vijay Varma, seen in films like "Rangrezz" and "Chittagong", says he might share screen space with actress Priyanka Chopra's cousin Meera in "Gang Of Ghosts".