Me Too: ‘સાજિદ ખાન વિશે માહિતી હતી પરંતુ તે લાઈન ક્રોસ કરશે તે ખબર નહોતી'

અભિનેત્રી દીયા મિર્ઝાએ પણ ખુલાસો કર્યો છે કે તે સાજિદ ખાનના આ વ્યવહાર વિશે જાણતી હતી.

ફિલ્મ નિર્દેશક સાજિદ ખાન પર ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મોડલ સલોની ચોપડા, અભિનેત્રી રેચલ વ્હાઈટ, મંદના કરીમી, સિમરન સૂરી અને એક મહિલા પત્રકારે #MeToo કેમ્પેઈન હેઠળ સાજિદ પર આ આરોપ લગાવ્યો છે. આ મહિલાઓના સામે આવ્યા બાદ ઘણી અભિનેત્રીઓએ ખુલીને સાજિદના અયોગ્ય વ્યવહારનો ખુલાસો કર્યો છે. હવે અભિનેત્રી દીયા મિર્ઝાએ પણ ખુલાસો કર્યો છે કે તે સાજિદ ખાનના આ વ્યવહાર વિશે જાણતી હતી.

દીયાએ કહ્યુ, ‘સાજિદના આ વર્તન વિશે માહિતી હતી'

દીયાએ કહ્યુ, ‘સાજિદના આ વર્તન વિશે માહિતી હતી'

સાજિદ ખાનની ફિલ્મ ‘હે બેબી' માં કેમિયો કરનારી દીયા મિર્ઝાએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તે એના આ વર્તનથી વાકેફ હતી. દીયાએ કહ્યુ, ‘હું ઘણી હેરાન હતી. હું માનુ છુ કે સાજિદ ખરાબ, ખૂબ જ સેક્સિસ્ટ અને ઢીઢ હતા. મારા માટે આ બધા ખુલાસા ચોંકાવનારા છે. મે ક્યારેય કાર્યસ્થળ પર આવા સંબંધોને સમય નથી આપ્યો.' દીયાએ કહ્યુ કે સાજિદના ખરાબ વર્તન વિશે જાણતી હતી પરંતુ તેને ખબર નહોતી કે તે લાઈન ક્રોસ કરી જશે.

‘ક્યારેય શોષણનો શિકાર નથી થઈ પરંતુ...'

‘ક્યારેય શોષણનો શિકાર નથી થઈ પરંતુ...'

દીયાએ કહ્યુ, ‘આપણે હંમેશા આવા વર્તનને માફ કરી દઈએ છીએ પરંતુ મને ખબર નહોતી કે સાજિદ કોઈ મહિલા સાથે આવુ કરી શકે છે. હું એ લોકોની પીડા સમજી શકુ છુ.' દીયાએ કહ્યુ કે ઘણા લોકો માટે મુશ્કેલીનો સમય છે. કોઈએ નહિ વિચાર્યુ હોય કે આવુ બની જશે. ઘણા લોકો આવા લોકો સાથેના પોતાના સંબંધને કારણે શાંત છે. દીયાએ જણાવ્યુ કે તે પોતે ક્યારેય યૌન શોષણનો શિકાર નથી થઈ પરંતુ આ કારણે તેણે ઘણા કામ અને પ્રોજેક્ટ્સ છોડ્યા છે.

સાજિદ પર બહેન ફરાહ અને કઝીન ફરહાને આ કહ્યુ

સાજિદ પર બહેન ફરાહ અને કઝીન ફરહાને આ કહ્યુ

સાજિદ ખાન પર લાગેલા શોષણના આરોપો પર તેની બહેન ફરાહ ખાન અને કઝીન ફરહાન અખ્તરે પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફરાહે ટ્વિટ કરીને કહ્યુ કે આ તેમના પરિવાર માટે મુશ્કેલીનો સમય છે અને જો તેના ભાઈએ આમ કર્યુ છે તો તે આની સજા ભોગવશે. ફરાહે લખ્યુ કે તે પોતાના ભાઈના વર્તનનું સમર્થન નથી કરતી અને પીડિત મહિલાઓ સાથે ઉભી છે. વળી, કઝીન ફરહાન અખ્તરે લખ્યુ કે તે સાજિદના વ્યવહાર વિશે જાણીને ઘણો દુખી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X