અક્ષય કુમારે આરોપીઓ સાથે કામ કરવાની ના પાડી
ડાયરેક્ટર સાજીદ ખાન પર લાગેલા યૌન શોષણ આરોપો પછી તેમની આવનારી ફિલ્મ હાઉસફુલ 4 લીડ એક્ટર અક્ષય કુમારે શૂટિંગ કેન્સલ કરી નાખી છે.
ડાયરેક્ટર સાજીદ ખાન પર લાગેલા યૌન શોષણ આરોપો પછી તેમની આવનારી ફિલ્મ હાઉસફુલ 4 લીડ એક્ટર અક્ષય કુમારે શૂટિંગ કેન્સલ કરી નાખી છે. અક્ષય કુમારે ટ્વિટર પર તેની ઘોષણા કરતા લખ્યું કે તેઓ ક્યારેય આવા વ્યક્તિ સામે કામ નહીં કરે અને તેની સામે સખત કાર્યવાહીની પણ જરૂર છે. આપને જણાવી દઈએ કે હાઉસફુલ જેવી સીરીઝને ડાયરેક્ટ કરી ચૂકેલા સાજીદ ખાન પર મોડલ સલોની ચોપરાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સલોનીએ એક બ્લોગ લખીને સાજીદ ખાનની કાળી કરતૂત જણાવી છે.
આ પણ વાંચો: બિકીનીમાં ફોટા માગી પ્રાઈવેટ પાર્ટ અડવાની વાત કરતો સાજિદ ખાન

યૌન શોષણનો આરોપ
અક્ષય કુમારે ટ્વિટર પર નિવેદન જાહેર કરીને કહ્યું કે, "હું કાલે રાત્રે જ દેશ પરત ફર્યો છું અને બધી ખબરો વાંચીને ખુબ જ પરેશાન છું". અક્ષય કુમારે કહ્યું કે તેમને હાઉસફુલ 4 પ્રોડ્યૂસરને જાંચ પુરી થતા સુધી શૂટિંગ કેન્સલ કરવા માટે કહ્યું છે. આ કંઈક એવું છે જેના પર સખત કાર્યવાહી થવી જોઈએ. હું એવા કોઈ પણ વ્યક્તિ સાથે કામ નહીં કરું જે ઘોષિત દોષી છે. જેનું ઉત્પીડન થયું છે તેની વાત સાંભળવી જોઈએ અને તેમને ન્યાય મળવો જોઈએ. આપને જણાવી દઈએ કે અક્ષય કુમાર સાજીદ ખાનની ચાર ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને હાઉસફુલ 4 તેમની સાથે પાંચમી ફિલ્મ છે.

ટ્વિકંલ ખન્નાએ પણ સાજીદ ખાન અંગે ટવિટ કરી
સાજીદ ખાન પર લાગેલા આરોપો પછી અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ પણ ટવિટ કર્યું છે. ટ્વિન્કલે ટ્વિટર પર લખ્યું છે કે ઉત્પીડનની ઘટના સાંભળીને દુઃખી છું. હાઉસફુલમાં શામિલ બધા જ લોકોએ તેની સામે પગલાં લેવા જોઈએ. આ નહીં ચાલી શકે. મોડલ સલોની ચોપરાએ સાજીદ ખાન પર મહિનાઓ સુધી તેનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. સલોની ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક ફિલ્મ માટે તે સાજીદ ખાન સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોડાઈ હતી. જયારે નિદેશકે તેની યૌન શોષણ કર્યું.

સાજીદે મહિનાઓ સુધી મોડલનું યૌનશોષણ કર્યું
સલોની ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2011 દરમિયાન તે સાજીદ ખાન પાસે આસિસ્ટન્ટ ડિરેક્ટરના ઈન્ટર્વ્યૂ માટે ગઈ હતી અને ત્યારે સાજીદે તેને આપત્તિજનક સવાલો પૂછવાનું શરૂ કર્યું તું જે સાંભળીને સલોનીના હોશ ઉડી ગયા હતા. સલોની જણાવે છે કે સાજીદે એમને પૂછ્યું કે શું માસ્ટરબેટ કરો છો અને કેટલી વાર? શું ક્યારેય યૌન શોષણનો શિકાર બની છે? ક્યારેય બ્રેસ્ટ જોબ કરાવી છે? એટલું જ નહિ, સાજિદે સલોનીને ઈન્ટર્વ્યૂમાં સેક્સ સાથે જોડાયેલા સવાલો પણ પૂછ્યા હતા
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત







Click it and Unblock the Notifications
