બિકીનીમાં ફોટા માગી પ્રાઈવેટ પાર્ટ અડવાની વાત કરતો સાજિદ ખાન
બિકીનીમાં ફોટા માગી પ્રાઈવેટ પાર્ટ અડવાની વાત કરતો સાજિદ ખાન
નવી દિલ્હીઃ હે બેબી અને હાઉસફુલ જેવી સફળ ફિલ્મો બનાવનાર ડિરેક્ટર સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આ આરોપ મોડેલ સલોની ચોપરાએ લગાવ્યો છે. સલોનીએ મીડિયમ પર એક બ્લૉગ લખીને સાજિદ ખાનની હલકટ વ્યવહારનો ખુલાસો કર્યો છે. સલોનીએ જણાવ્યું કે એક ફિલ્મ માટે સાજિદ ખાન સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાઈ હતી, ત્યારે ડિરેક્ટરે એમનું જાતિય શોષણ કર્યું હતું. મોડલે જણાવ્યું કે સાજિદ એમની પાસેથી બિકીનીમાં ફોટા માગતા અને આપત્તિજનક વાતો કરતા હતા.

ઈન્ટર્વ્યૂમાં પૂછ્યું, માસ્ટરબેટ કરે છે?
મોડેલ સલોની ચોપરાએ #MeToo પર લખતા પોાના બ્લોગમાં જણાવ્યું કે ડિરેક્ટર સાજિદ ખાને તેને કેવા પ્રકારના સવાલ કર્યા હતા. સલોની લખે છે કે વર્ષ 2011માં તે સાજિત પાસે આસિસ્ટન્ટ ડિરેક્ટરના ઈન્ટર્વ્યૂ માટે ગઈ હતી અને ત્યારે સાજિદે તેને આપત્તિજનક સવાલો પૂછવાનું શરૂ કર્યું તું જે સાંભળીને ખુદ સલોનીના હોશ ઉડી ગયા હતા. સલોની જણાવે છે કે સાજિદે એમને પૂછ્યું કે શું માસ્ટરબેટ કરો છો અને કેટલી વાર? શું ક્યારેય યૌન શોષણનો શિકાર બની છે? ક્યારેય બ્રેસ્ટ જોબ કરાવી છે? એટલું જ નહિ, સાજિદે સલોનીને ઈન્ટર્વ્યૂમાં સેક્સ રિલેટેડ પ્રશ્નો પણ કર્યા હતા.

સલોની પાસે બિકીનીમાં તસવીરો માગતો સાજિદ
સલોની જણાવે છે કે સાજિદ ખાને એમને નોકરી પર રાખી લીધા અને કામ શરૂ થતા જ અજીબ સમયે કામ માટે ફોન કરવા લાગ્યો. સલોનીએ કહ્યું કે સાજિદ એમને પૂછતા હતા કે તેણે શું પહેર્યું છે અને બિકીનીમાં તસવીરોની ડિમાન્ડ કરવા લાગ્યો. સલોનીએ કહ્યું કે સાજિદે તેને મેન્ટલ અને ઈમોશનલ ટોર્ચર કરતા હતા. સાજિદ એને કહેતો હતો કે તે એટલી સેક્સી નથી કે એક્ટ્રેસ બની શકે. સલોનીએ જણાવ્યું કે સાજિદ પોતાના પ્રાઈવેટ પાર્ટ વિશે એને જણાવતો હતો અને અડવા માટે કહેતો તો. સલોનીએ કહ્યું કે મહિનાઓ સુધી સાજિદે આવા પ્રકારનં શોષણ કર્યું.

મહિનાઓ સુધી સાજિદનું ટોર્ચર ચાલુ રહ્યું
સલોની ચોપરાએ કહ્યું કે એક દિવસ સાજિદથી તંગ આવીને એણે જ્યારે સેક્સી વાત કરી તો ડિરેક્ટરે કહ્યું કે તને લાગે છે કે હું તારી સાથે સેક્સ કરવા માગુ છું? મારી એક હૉટ ગર્લફ્રેન્ડ છે, હું તારા જેવી છોકરી સાથે શા માટે સુવા માગીશ જે સેક્સી પણ નથી. સાજિદ ઈચ્છતા હતા કે સલોની એ બધું જ કરે જે સાજિદ તેમની પાસેથી કરાવવા માગતા હતા.

મોટા સ્ટાર્સ પર લાગ્યો આરોપ
એમણે જણાવ્યું કે જ્યારે સાજિદના વ્યવહારથી તંગ થઈને એમણે કામ કરવાની ના પાડી દીધી તો સાજિદ ખાને એનું કરિયર ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. સલોનીએ કહ્યું કે આ ઘટનાને સાત વર્ષ થઈ ગયાં છે અને હવે સમય આવી ગયો કે જ્યારે તે આ મામલે બધા લોકોને જણાવે. યૌન શોષણ વિરુદ્ધ સોશિયલ મીડિયા વિરુદ્ધ ચાલી રહેલ #MeToo કેમ્પેઈનમાં ઈન્ડસ્ટ્રીની નામી હસ્તીઓના ચહેરા સામે આવી રહ્યા છે. આલોક નાથ, સુભાષ ઘાઈ, વિકાસ બહલ, રજત કપૂર, સાજિદ ખાન, નાના પાટેકર, પીયૂષ મિશ્રા, રોનિત રૉય સહિતના લોકો પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
