હેવાન છે અનુ મલિક, નાની ઉંમરની છોકરીઓને શિકાર બનાવે છે

મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાવતા ચાર મહિલાઓ સામે આવી ચુકી છે.

મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાવતા ચાર મહિલાઓ સામે આવી ચુકી છે. પરંતુ હાલમાં જે મહિલા સામે આવી છે તે સંગીતની દુનિયાનું મોટું નામ છે. હાલમાં જ અલીશા ચિનોયે અનુ મલિક અંગે ચોંકાવી નાખે તેવા ખુલાસા કર્યા છે. અલીશા ચિનોયે મી ટુ કેમ્પેઇન હેઠળ અનુ મલિક પર લાગેલા બધા જ આરોપોને સાચા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓ પીડિતા સાથે છે. તો વિસ્તારથી જાણો આખો મામલો....

આ પણ વાંચો: અનુ મલિકે મારુ સ્કર્ટ ઉંચુ કર્યું અને પોતાનું પેન્ટ ઉતાર્યું

અલીશા પણ થઇ છે શિકાર, અનુ મલિક પર કેસ પણ નોંધાવ્યો હતો

અલીશા પણ થઇ છે શિકાર, અનુ મલિક પર કેસ પણ નોંધાવ્યો હતો

અલીશા ચિનોય સાથે પણ અનુ મલિકે સેક્સુઅલ હેરેસમેન્ટ કરવાની કોશિશ કરી હતી, જેને કારણે તેઓ આજે પણ માનસિક તણાવથી પસાર થઇ રહી છે. તેમને અનુ મલિક પર સેક્સુઅલ હેરેસમેન્ટ કેસ પણ નોંધાવ્યો હતો અને કોર્ટે અલીશાના પક્ષમાં નિર્ણય પણ આપ્યો હતો. ત્યારપછી અલીશાએ અનુ મલિક સાથે કામ કરવાનું બંધ કરી દીધું. અલીશાને આ જણાવતા ખુબ જ ખરાબ લાગી રહ્યું છે કે અનુ મલિકને ક્યારેય પણ તેના ગંદા વ્યવહાર માટે દુઃખ નથી થયું કારણકે તેની સાથે મોટા મોટા કલાકારો સતત કામ કરી રહ્યા છે.

હેવાન છે અનુ મલિક, દીકરીની ઉંમરની છોકરીઓને શિકાર બનાવે છે

હેવાન છે અનુ મલિક, દીકરીની ઉંમરની છોકરીઓને શિકાર બનાવે છે

અલીશાએ એક ઇંગ્લિશ પેપરને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે છોકરીઓએ અનુ મલિક માટે જે પણ કહ્યું છે તે બધું જ સાચું છે. હું તેમની સાથે છું. અલીશાએ આગળ કહ્યું કે તે હેવાને તો પોતાના લોકોને પણ નથી છોડ્યા. જે શ્વેતા પંડિત સાથે તેને આવી હરકત કરી છે, તે મ્યુઝિક ડાયરેક્ટર જતીન-લલિતની ભત્રીજી છે. અનુ મલિકની બે છોકરીઓ છે અને આટલા વર્ષોથી તે પોતાની દીકરીની ઉંમરની છોકરીઓ ગંદી નજર રાખતો હતો, કેટલાકને શિકાર પણ બનાવ્યા છે.

ઈન્ડિયન આઈડલના જજમાંથી હટાવવામાં આવ્યા

ઈન્ડિયન આઈડલના જજમાંથી હટાવવામાં આવ્યા

અનુ મલિક હવે ઈન્ડિયન આઈડલના જજ તરીકે જોવા નહિ મળે. #MeToo અભિયાનમાં અનુ મલિક પર સિંગર તરીકે સોના મહાપાત્રા અને શ્વેતા પંડિતે યૌન શોષણના આરોપ લગાવ્યા છે. આ આરોપો બાદ સોની ટીવીએ એક નિવેદન જારી કરીને અનુ મલિકને ઈન્ડિયન આઈડલના જ્યૂરી પેનલમાંથી હટાવી દીધા છે.

અનુ મલિકે મારુ સ્કર્ટ ઉંચુ કર્યું અને પોતાનું પેન્ટ ઉતાર્યું

અનુ મલિકે મારુ સ્કર્ટ ઉંચુ કર્યું અને પોતાનું પેન્ટ ઉતાર્યું

સિંગર શ્વેતા પંડિત અને સોના મહાપાત્રા પછી બીજી બે મહિલાઓ સામે આવી છે જેમને એનું મલિક પર ખુબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. એક મહિલાએ જણાવ્યું કે અનુ મલિકે તેમનું સ્કર્ટ ઉંચુ કરી દીધું અને પોતાનું પેન્ટ ઉતાર્યું હતું. આપને જણાવી દઈએ કે આ મહિલાએ બધાની સામે આવવાની ના પાડી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X