OMG : સૃષ્ટિ રાણાના પૅસિફિક તાજના હીરા નકલી!
મુંબઈ, 8 નવેમ્બર : મિસ પૅસિફિક સૃષ્ટિ રાણાનો તાજ તો હૅડલાઇન્સ બનતો રહ્યો છે. મંગળવારે સમાચાર આવ્યા હતાં કે આ તાજ મુંબઈ ઍરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓએ કસ્ટમ ડ્યુટી નહીં ભરવાના કારણે જપ્ત કર્યો છે, તો હવે વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે તે તાજ કસ્ટમ અધિકારીઓએ સૃષ્ટિને એમ કહી પરત કરી દીધો છે કે તેમના તાજમાં જડેલા તમામ હીરા નકલી છે. અહીં સુધી કે મિસ એશિયા પૅસિફિકનું ક્રાઉન પણ પીતળનું છે કે જેમાં હીરા નહીં, કાંચ જડેલા છે.

ગત 5મી નવેમ્બરે સૃષ્ટિ રાણા કોરિયાથી મુંબઈ ઍરપોર્ટ પહોંચ્યા, ત્યારે કસ્ટમ અધિકારીઓએ તેમને ધરી લીધા. કસ્ટમ અધિકારીઓએ સૃષ્ટિ પાસેથી ક્રાઉનનું પેપર માંગ્યું કે જે સૃષ્ટિ પાસે નહોતું. તેથી અધિકારીઓએ તાજ જપ્ત કરી લીધો, પરંતુ તપાસ બાદ તાજમાં જડાયેલા હીરા નકલી નિકળયાં. જો હીરા અસલી હોત, તો સૃષ્ટિએ ફાઇન ભરવું પડ્યુ હોત કે જે હીરાની કિંમતનું 36 ટકા થાત.












Click it and Unblock the Notifications
