Miss India: કોણ છે નંદિની ગુપ્તા, જેના શિરે સજ્યો છે મિસ ઈન્ડિયા 2023નો તાજ
Who is Nandini Gupta: ફેમિના મિસ ઈન્ડિયા બ્યૂટી પેજન્ટમાં રાજસ્થાનના કોટાની નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા 2023નો તાજ પોતાના નામે કરી લીધો.
શનિવારે રાતે યોજાયેલા 59માં ફેમિના મિસ ઈન્ડિયા કાર્યક્રમમાં મિસ ઈન્ડિયા 2022ની વિનર સિની શેટ્ટીએ નંદિની ગુપ્તાને તાજ પહેરાવ્યો. કોણ છે આ નંદિની ગુપ્તા, આવો જાણીએ.

રાજસ્થાનના કોટાના કૈથૂનમાં રહેતી 19 વર્ષની નંદિની ગુપ્તા ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. તેણે કોટાની સેન્ટ પોલ સીનિયર સેકન્ડરી સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ અને લાલા લજપત રાય કોલેજ, મુંબઈમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ છે.
નંદિની ગુપ્તા અભ્યાસમાં ઘણી સારી છે અને બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. અહેવાલો મુજબ નંદિની ગુપ્તા હંમેશા શાળામાં ટોપર રહી છે અને તે હંમેશા વિવિધ સ્પર્ધાઓનો ભાગ રહી છે. તે 10 વર્ષની હતી ત્યારથી જ તે મોડલ બનવાનુ સપનુ જોતી હતી.
નંદિની ગુપ્તા તેના ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. તે 10 વર્ષની ઉંમરથી મોડલ બનવા માંગતી હતી અને આ પહેલા તે રાજસ્થાનમાં બેસ્ટ મોડલનો ખિતાબ જીતી ચૂકી છે. મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના સપનાનો ખુલાસો કર્યો હતો અને કહ્યુ હતુ કે તે તેના શહેર અને કૈથૂન માટે કંઈક કરવા માંગે છે.
નંદિની ગુપ્તાએ જણાવ્યુ કે, તે કોટા ડોરિયા આર્ટને પ્રોત્સાહન આપશે. રાજસ્થાનની ઘણી મહિલાઓ આ ફેબ્રિક બનાવવાનુ કામ કરે છે. આ તમામ મહિલાઓ તેમનુ આખુ જીવન તેને બનાવવામાં લગાવી દે છે અને આ માટે તેમને કોઈ ખાસ આવક નથી મળતી. તે તેમને એવુ પ્લેટફોર્મ આપવા માંગે છે કે જેથી આ તમામ મહિલાઓને ઓળખ મળી શકે.
તમને જણાવી દઈએ કે દિલ્લીની શ્રેયા પૂંજા અને મણિપુરની સ્ટ્રૈલ થૌનાઓજમ લુવાંગને ફર્સ્ટ અને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવ્યા છે. આ ખાસ કાર્યક્રમમાં બૉલિવુડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. કાર્તિક આર્યન, અનન્યા પાંડે સહિત ઘણા સ્ટાર્સે પણ ઈવેન્ટમાં પરફોર્મ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
