Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ બિમારી સામે ઝઝૂમી રહી છે મિસ યુનિવર્સ હરનાઝ સંધૂ, બૉડી શેમિંગનો કરી રહી છે સામનો

મિસ યુનિવર્સ હરનાઝ સંધૂ બૉડી શેમિંગનો સામનો કરવો પડી રહ્યો છે. જાણો કારણ.

નવી દિલ્લીઃ 21 વર્ષના લાંબા વિલંબ પછી ભારતની દીકરી હરનાઝ સંધૂએ મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી લીધો. બ્યૂટી વિથ બ્રેઈન સાથે ચંદીગઢની હરનાઝ કૌર સંધૂએ મિસ યુનિવર્સ 2021નો તાજ જીતી લીધો ત્યારબાદ દુનિયાભરમાં ભારતની આ સુંદર યુવતીની ચર્ચા થવા લાગી. ખિતાબ જીત્યા બાદ હરનાઝ હાલમાં જ ભારત પાછી આવી છે ત્યારબાદ તે અલગ-અલગ ઈવેન્ટ, ફેશન શો, કાર્યક્રમોમાં શામેલ થઈ રહી છે. 26 માર્ચે હરનાઝ લેક્મે ફેશન વીકનો હિસ્સો બનીને રેમ્પ પર ઉતરી.

બદલાઈ ગઈ મિસ યુનિવર્સ હરનાઝ

બદલાઈ ગઈ મિસ યુનિવર્સ હરનાઝ

હરનાઝ સંધૂ જેવી રેમ્પ પર ઉતરી કે તેના વજનને લઈને ચર્ચાઓ જોરશોરથી થવા લાગી. ફેશન ડિઝાઈનર શિવાન અને નરેશની શો સ્ટૉપર બનેલી હરનાઝના ફોટા અને વીડિયો જોઈને લોકો ચોંકી ગયા છે. તેને બૉડી શેમિંગનો સામનો કરવો પડી રહ્યો છે. તેના વધેલા વજનના કારણે તેને ટ્રોલિંગનો શિકાર થવુ પડી રહ્યુ છે. લોકો તેના વધતા વજનના કારણે મોટી, મોટી મિસ યુનિવર્સ અને પ્લસ સાઈઝ મૉડલનુ નામ આપી રહ્યા છે. તેને બૉડીશેમનો સામનો કરવો પડી રહ્યો છે. તેના વધેલા વજનને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

3 મહિનામાં વધી ગયુ વેઈટ

3 મહિનામાં વધી ગયુ વેઈટ

હરનાઝના લેટેસ્ટ ફોટા અને વીડિયોને જ્યારે જૂના ફોટા અથવા મિસ યુનિવર્સ સ્પર્ધાના સમયના ફોટા સાથે જોઈએ તો તમે સરળતાથી અંદાજો લગાવી શકો છો કે તેણે ખિતાબ જીતિયાના માત્ર 3 મહિનામમાં જ ઘણુ વેઈટ ગેઈન કરી લીધુ છે. લોકો ચોંકી ગયા છે કે મિસ યુનિવર્સ, જે આટલી ફિટનેસ ફ્રીક ડેડિકેટેડ છે, તેનુ વજન આટલા ઓછા સમયમાં આટલુ કેવી રીતે વધી ગયુ. તેનુ શરીર અને ફેસ બંને થોથર થઈ ગયા છે જેના કારણે ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

હરનાઝે જણાવ્યુ કારણ

હરનાઝે જણાવ્યુ કારણ

હરનાઝ સંધૂએ ખુદ આ ટ્રાન્સફૉર્મેશનનુ કારણ બતાવીને વજન વધવાનુ કારણ જણાવ્યુ છે. ત્યારબાદથી ટ્રોલર્સના મોઢે તાળા લાગી ગયા છે. બૉડી શેમિંગ પર નારાજગી વ્યક્ત કરીને પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં હરનાઝે કહ્યુ કે મને લોકોની નેગેટિવ કમેન્ટ કે ટ્રોલિંગથી ફરક નથી પડતો. તેણે કહ્યુ કે હું મારી બૉડીની રિસ્પેક્ટ કરુ છુ. મને ટ્રોલિંગથી કોઈ ફરક નથી પડતો. તેણે કહ્યુ કે લોકોને ખબર નથી કે મને ગ્લુટેનથી એલર્જી છે. આ ગ્લુટેન એલર્જીના કારણે તેનુ વજન ઘણુ વધી ગયુ છે. તેનો ચહેરો પણ મોટો થઈ ગયો છે. કદાચ હરનાઝ પણ આ એલર્જીના કારણે વધતા વજનથી પરેશાન છે.

આ બિમારીથી છે પીડિત

આ બિમારીથી છે પીડિત

જે રીતે હરનાઝે પોતાની સમસ્યા વિશે જણાવ્યુ તેનાથી સ્પષ્ટ છે કે તેને Ceilacની સમસ્યા છે. આ બિમારી વિશે જણાવીએ તો તેમાં એક પ્રકાની ગ્લુટેન એલર્જી હોય છે જે એક ઈંટેસ્ટાઈનલ બિમારી છે. આ બિમારીના કારણે શરીરમાં ગ્લુટેનનો ડાયેજેશન નથી થઈ શકતુ. જેના કારણે વજન વધવા લાગે છે. આ બિમારીથી પીડિત લોકોને ફૂડ, વિટામિન્સ, મિનરલ્સને એબ્ઝોર્બ કરવામાં મુશ્કેલી થાય છે. જેના કારણે બૉડી સ્કીનની નીચના લેયરમાં તે ફેટ તરીકે જમા થવા લાગે છે અને શરીર ફૂલી જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X