મોના સિંહે કાસ્ટીંગ કાઉચનો પોતાનો અનુભવ કર્યો શેર, કહ્યુ - એણે મને હોટલમાં બોલાવી અને મારા બૉડીને...
Mona Singh On Casting Couch: ટીવી શો 'જસ્સી જૈસી કોઈ નહીં' ફેમ મોના સિંહે ઘણી ફિલ્મોમાં શાનદાર પાત્રો ભજવ્યા છે. તે 3 ઈડિયટ્સમાં કરીના કપૂર ખાનની મોટી બહેનની ભૂમિકામાં પણ જોવા મળી હતી. જો કે, મોના સિંહ માટે એક્ટિંગના ક્ષેત્રમાં પ્રવેશવું બિલકુલ સરળ નહોતું અને તેણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે.
આ વખતે મોના સિંહે એ રહસ્યનો પર્દાફાશ કર્યો છે જે મનોરંજનની દુનિયાનું કાળું સત્ય છે. મોના સિંહે કાસ્ટિંગ કાઉચનો કડવો અનુભવનું શેર કર્યો છે.

મોના સિંહે વર્ણન કરતાં કહ્યું, "મારા અનુભવો ખૂબ જ ખરાબ હતા. ત્યાં એક નહીં પણ ઘણા લોકો હતા જેમણે મને હોટેલમાં આમંત્રણ આપ્યું અને મારે ત્યાંથી જવું પડ્યું. એકે મને બોલાવી હતી અને મારા ચહેરા સિવાય મારા આખા શરીરને જોઈ રહ્યો હતો. જ્યારે તેણે આ કર્યું ત્યારે હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ. તે વ્યક્તિએ કહ્યું કે આ ઈન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટરના કહેવા પ્રમાણે સમાધાન કરવું અને કામ કરવું ખૂબ જ સામાન્ય છે. મોના સિંહે જોકે આ ફિલ્મ નિર્માતાનું નામ જાહેર કર્યું નથી.
ઘણીવાર અભિનેત્રીઓ ખુલાસા કરે છે અને અમુક વાતો ઘણી ચોંકાવનારી હોય છે. આ સિવાય મોના સિંહે તેના પાત્ર 'જસ્સી' વિશે પણ વાત કરી અને તે કહે છે કે આ તેની કારકિર્દીના શ્રેષ્ઠ પાત્રોમાંથી એક છે. આ રોલનું મહત્વ એ છે કે 20 વર્ષ પછી પણ લોકો તેને પૂછે છે કે શું શોની બીજી સિઝન આવવાની છે. હાલમાં, મોના સિંહ કોઈપણ પ્રકારના ટીવી શોનો ભાગ નથી પરંતુ ઘણી વખત તે ફિલ્મોમાં જોવા મળે છે.












Click it and Unblock the Notifications
