• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલિવૂડની એવી બાજુ, જેના પરથી પડદો ઉંચકવા નથી કોઇ તૈયાર

બોલિવૂડમાં રિલેશનશિપ્સ અંગે વિશ્વાસ સાથે કંઇ પણ કહેવું અઘરું છે. એનું સૌથી મોટું કારણ છે, કે અહીં સાચી વાત અને અફવાઓ વચ્ચેનો તાગ કાઢવો જ મુશ્કેલ થઇ પડે છે.
By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડમાં રિલેશન્સ જેટલા કન્ફ્યૂઝિંગ હોય છે, એનાથી પણ વિચિત્ર હોય છે આ રિલેશન સાથે સંકળાયેલી અફવાઓ. જેમાં સૌથી કોમન છે, બે સ્ટાર્સ વચ્ચેના અફેર ની અફવા. જે ઘણીવાર દર શુક્રવારે થિયેટરમાં જેમ ફિલ્મો બદલાય એમ બદલાતી રહે છે.

જો કે, દરેક અફવા એટલી સરળતાથી હવામાં ઊડી જતી નથી, જ્યારે તેમાં થોડી-ઘણી પણ સચ્ચાઇ હોય ત્યારે તે અવશ્ય કોઇ નવા મુદ્દા સાથે ફરી સામે આવે છે અને તે ફેન્સ તથા બોલિવૂડ રસિયાઓની જિજ્ઞાસા વધારવાનું કામ કરે છે. બોલિવૂડની ઘણી એવી એફવાઓ છે, જેના વિશે જાણે તો સૌ છે, પરંતુ કોઇ એ વિશે હવે વાત નથી કરતું.

મલાઇકા અરોરા ખાન-અર્જુન કપૂર

મલાઇકા અરોરા ખાન-અર્જુન કપૂર

મલાઇકા અરોરા ખાન અને અરબાઝ ખાનના ડિવોર્સની ખબર જ્યારે સામે આવી ત્યારે ઘણાને શોક લાગ્યો હતો. બોલિવૂડના મેડ ફોર ઇચ અધર ગણાતા કપલના ડિવોર્સ પાછળ અર્જુન કપૂર જવાબદાર હોવાનું પણ ત્યારે સામે આવ્યું હતું. મલાઇકા અને અર્જુનનું નામ આ પહેલાં પણ સાથે ઉછળી ચૂક્યું છે, જો કે તે સમયે પણ એ ખબરને માત્ર એક અફવા ગણી ભૂલાવી દેવામાં આવી હતી.

સલમાન ખાન અને અસિનના મેરેજ

સલમાન ખાન અને અસિનના મેરેજ

ફિલ્મ રેડી રિલીઝ થઇ તે સમયગાળામાં એવી અફવા આવી હતી કે, સલમાન અને અસિને ગુપચુપ લગ્ન કરી લીધા છે. અસિનને તો અભિનંદનના મેસેજ પણ મળવા લાગ્યા હતા. સલમાને પણ આ અફવા પર રિએક્શ આપ્યું હતું કે, આખરે લગ્ન કરી જ લીધા! આ અફવા કઇ રીતે ઊડી એ કોઇ નથી જાણતું.

પરવીન બાબી-અમિતાભ બચ્ચન

પરવીન બાબી-અમિતાભ બચ્ચન

પરવીન બાબી પોતાના કરિયરના પિક પોઇન્ટ પર હતી ત્યારે અચાનક ગાયબ થઇ ગઇ હતી. 6 વર્ષ જ્યારે તે પાછી આવી ત્યારે તેણે અમિતાભ બચ્ચન પર આરોપ મુક્યો હતો કે તેઓ તેને મારવા માંગે છે. પરવીને ત્યાં સુધી કહેલું કે, તેને ગાયબ કરવા પાછળ પણ અમિતાભનો જ હાથ હતો. ખરેખર પરવીન બાબી સાથે શું થયું તે અંગે કોઇની પાસે જાણકારી નથી.

શાહરૂખ અને પ્રિયંકા ચોપરા

શાહરૂખ અને પ્રિયંકા ચોપરા

ડોન અને ડોન 2 દરમિયાન શાહરૂખ અને પ્રિયંકાનું નામ ચર્ચામાં રહી ચૂક્યું છે. ત્યારે એમ પણ કહેવાયું હતું કે, ટ્વીંકલની માફક શાહરૂખની પત્ની ગૌરીએ પણ પ્રિયંકા સાથે શાહરૂખના કામ કરવા પર બેન મુક્યો છે. જો કે, ત્યાર બાદ પ્રિયંકા હોલિવૂડ જતી રહી અને વાત ત્યાં જ દબાઇ ગઇ.

અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર

અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર

બોલિવૂમાં સૌથી વધુ ચર્ચાયેલ મુદ્દામાંનું એક છે, અભિષેક-કરિશ્માનું પ્રેમ પ્રકરણ. ઉલ્લેખનીય છે કે, આ બંન્નેની સગાઇ થઇ હતી, પરંતુ બે પરિવારો વચ્ચે અણબનાવ થતાં સગાઇ ફોક કરવામાં આવી. સગાઇ તૂટી હોવાનું સાચું કારણ આજ સુધી કોઇને નથી ખબર. તે સમયે કહેવાયું હતું કે, કરિશ્માના માતા બબીતાને અભિષેક બચ્ચનની કમાણી સામે વાંધો હતો. તે સમયે કરિશ્મા બોલિવૂડમાં ખાસી નામના મેળવી ચૂકી હતી, જ્યારે અભિષેક હજુ સ્ટ્રગલ કરતો હતો.

રેખા-અમિતાભ બચ્ચન

રેખા-અમિતાભ બચ્ચન

રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધો પર આજ સુધી કોઇએ ખુલીને કશું કહ્યું નથી. પરંતુ આ હજુય બોલિવૂડનો હોટ ટોપિક છે. તેમના સિલસિલા અંગે સૌ કોઇ જાણે છે, થોડા સમય પહેલાં જ પ્રેમ ચોપરા એક ઇન્ટરવ્યૂમાં બોલી પડ્યા હતા કે, તેઓ રેખા સાથે એક ફિલ્મ બનાવી રહ્યાં હતા, પરંતુ એ ફિલ્મ ક્યારેય પૂરી જ ન થઇ. કારણ કે રેખા સાંજની ડેટ આપવા તૈયાર નહોતી, સાંજે અમિતાભ બચ્ચન રેખાને મળવા જતા.

રેખા-ફરઝાના

રેખા-ફરઝાના

રેખાના જીવન સાથે જોડાયેલ અન્ય એક રહસ્યના રૂપમાં જોવામાં આવે છે તેમની સેક્રેટરી ફરઝાનાને. લોકો ત્યાં સુધી કહે છે કે, રેખા અને ફરઝાના રિલેશનમાં છે. કારણ કે આ બંન્ને દરેક જગ્યાએ હંમેશા સાથે જ જોવા મળે છે.

જ્હોન અને બિપાશા

જ્હોન અને બિપાશા

જ્હોન અને બિપાશા બોલિવૂડના હોટ કપલ્સમાંના એક હતા. બંન્ને સાથે જ રહેતા હતા, ખાસા લાંબા ગાળાના રિલેશન બાદ એક દિવસ અચાનક જ આ બંન્નેનું બ્રેકઅપ થયું અને તેના થોડા સમય બાદ જ જ્હોને વિદેશમાં ગુપચુપ લગ્ન કર્યા હોવાની ખબરો સામે આવી હતી. આ બંન્નેના બ્રેકઅપ પાછળનું સાચું કારણ કોઇ નથી જાણતું.

લવ ટ્રાએન્ગલ

લવ ટ્રાએન્ગલ

હૃતિક અને સુઝાનનો ડિવોર્સ પણ અચાનક જ થયો હતો. તે સમયે ખબરો આવી હતી કે, અર્જુન રામપાલ અને સુઝાન નજીક આવતાં સુઝાને ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો. જો કે, તે સમયે પણ હૃતિકે સુઝાનનો સાથે આપતાં આ અફવાઓનું ખંડન કર્યું હતું. આ બંન્નેના ડિવોર્સનું સાચું કારણ પણ બહાર નથી આવી શક્યું.

કંગના રાણાવત

કંગના રાણાવત

હૃતિક સાથે જ જોડાયેલી અન્ય એક કોન્ટ્રોવર્સિનું નામ છે કંગના રાણાવત. કંગના અને હૃતિક વચ્ચેના અણબનાવની વાત જગજાહેર છે, પરંતુ કારણ કોઇ નથી જાણતું. હૃતિકે ક્યારેય આ અંગે ખુલીને વાત નથી કરી. અફવાઓ અનુસાર કંગના અને હૃતિક સાથે હતા, કંગના હૃતિકને પ્રેમ કરતી હતી પરંતુ હૃતિકે ક્યારેય આ વાત સ્વીકારી નહીં. કંગનાએ આ અંગે હૃતિકને મેઇલ કર્યા હતા, કેટલાકમાં અપશબ્દોના ઉપયોગ પણ કર્યો હતો જેની સામે વાંધો લેતા હૃતિકે કંગનાને લીગલ નોટિસ પણ મોકલી હતી.

અહીં વાંચો

અહીં વાંચો

કોમેન્ટ્સ વાંચી ભડક્યા કરણ જોહર, આપ્યો જડબાતોડ જવાબકોમેન્ટ્સ વાંચી ભડક્યા કરણ જોહર, આપ્યો જડબાતોડ જવાબ

કરણ જોહરના એક ઇન્ટરવ્યૂ માટે તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતા કરણે આપ્યો જડબાતોડ જવાબ.

English summary
Most insane and weird rumors about Bollywood stars and some are really gonna make you think hard!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X