Mouni Roy : ખૂબસૂરત સાડી લુકમાં મૌની રોયે ગ્લેમરસ પોઝ આપ્યા, જુઓ ફોટો
Mouni Roy : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મૌની રોય તેની ગ્લેમરસ અદાઓથી સોશિયલ મીડિયાનો પારો ચડાવીને રાખે છે. હવે મૌની રોયે સાડીમાં પોઝ આપીને ફેન્સને ઘાયલ કર્યા છે.
અભિનેત્રી મૌની રોય તેની બોલ્ડ અને ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે. હાલમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં તેનો કિલર લુક જોવા મળી રહ્યો છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી મૌની રોયે ખૂબસૂરત સફેદ રંગની સાડી પહેરી છે, જેમાં તે કિલર લુક સાથે આકર્ષક પોઝ આપી રહી છે.
અભિનેત્રી મૌની રોયે તેના વાળને બનમાં બાંધીને અને હળવો મેક-અપ કરીને તેનો ગ્લેમરસ લુક પૂર્ણ કર્યો છે. જ્યારે પણ એક્ટ્રેસ પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તેના દરેક લુક ફેન્સમાં ટ્રેન્ડ જોવા મળે છે.
ભલે મૌની રોય આ દિવસોમાં ટીવી સિરિયલોમાં જોવા નથી મળતી પરંતુ તે તેના લેટેસ્ટ લુકથી તેના તમામ ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી જબરદસ્ત છે.
જણાવી દઈએ કે, મૌની રોય ટીવી સિરિયલોમાં સફળતા મેળવ્યા બાદ બોલિવૂડમાં આવી છે. હાલમાં જ તે બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
