બ્રાલેટ લુકમાં હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે મૌની રોય, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ
ટીવીની નાગીન અને બ્રહ્માસ્ત્રમાં જોવા મળેલી મૌની રોય આ દિવસોમાં સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખે છે. મૌની રોય છેલ્લા કેટલાક સમયથી તેના હોટ એન્ડ બોલ્ડ અવતાર શેર કરીને આગ લગાવતી રહે છે. હવે મૌનીએ વધુ એક વખત ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.
હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. મૌની હાલ વેકેશન પર છે અને તે તેના પતિ સાથે સમય વિતાવી રહી છે. લેટેસ્ટ ફોટોમાં મૌની બીચ પર રિલેક્સ મુડમાં જોવા મળી રહી છે.

લેટેસ્ટ ફોટોમાં મૌની રોય સફેદ બિકીની પહેરીને બોલ્ડ પોઝ આપી રહી છે. મૌનીએ આ ફોટો સાથે એક કેપ્શન પણ લખ્યુ છે. મૌનીએ લખ્યુ કે, એક છોકરીને તેની આદત હોઈ શકે છે. હવે મૌનીના ફેન્સ ફોટો પર લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યા છે.
આ પહેલી વખત નથી જ્યારે મૌની રોય ગ્લેમરસ અવતારમાં કેમેરા સામે આવી હોય. મૌની ઘણી વખત હોટ એન્ડ બોલ્ડ અવતારમાં કેમેરા સામે આવે છે. મૌનીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતની સાક્ષી પુરે છે. હાલમાં જ મૌની રોય દિશા પટ્ટણી સાથે બિકીનીમાં જોવા મળી હતી. બોલિવૂડમાં આ દિવસોમાં મૌની રોય અને દિશા પટ્ટણીની દોસ્તીની ખુબ ચર્ચા છે.
મૌની રોયની દિવાનગી દિવસે દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર મૌની રોય પણ છવાઈ જવાનો કોઈ મોકો છોડતી નથી. બીજી તરફ મૌની રોય બોલિવૂડમાં ધીરે ધીરે પગ જમાવી રહી છે. મૌનીની આ સફળતા સાથે તેની ફેન ફોલોઈંગ પણ વધી રહી છે.












Click it and Unblock the Notifications
