For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જલ્દી જવુ પડી શકે છે જેલ! યૌન ઉત્પીડન કેસમાં દાખલ થઈ ચાર્જશીટ

બૉલિવુડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે ચાલી રહેલ યૌન ઉત્પીડનના એક કેસમાં મુંબઈ પોલિસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે ચાલી રહેલ યૌન ઉત્પીડનના એક કેસમાં મુંબઈ પોલિસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં ગણેશ આચાર્યને યૌન ઉત્પીડન અને યુવતીનો પીછો કરવાનો આરોપી બનાવવામાં આવ્યો છે. મુંબઈ પોલિસના એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે ગણેશ આચાર્ય પર આ કેસ 20202માં નોંધવામાં આવ્યો હતો અને એક મહિલા કો-ડાંસરે તેના પર આ આરોપ લગાવ્યા છે.

ગણેશ આચાર્ય અને તેના આસિસટન્ટ પર આરોપ ફિક્સ

ગણેશ આચાર્ય અને તેના આસિસટન્ટ પર આરોપ ફિક્સ

હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ ઓશિવારા પોલિસ સ્ટેશનના તપાસ અધિકારી સંદીપ શિંદેએ જણાવ્યુ છે કે ગણેશ આચાર્ય સામે અંધેરીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. શિંદેએ જણાવ્યુ છે કે ગણેશ આચાર્ય અને તેના આસિસટન્ટને ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યા છે.

ચાર્જશીટમાં આ કલમોનો છે ઉલ્લેખ

ચાર્જશીટમાં આ કલમોનો છે ઉલ્લેખ

શિંદેએ જણાવ્યુ છે કે બંને પર આઈપીસીની કલમ 354-એ(યૌન ઉત્પીડન), 354-સી, 354-ડી(પીછો કરવો), 509(કોઈ પણ મહિલાની વિનમ્રતાનુ અપમાન), 323(ઈજા પહોંચાડવી), 504(શાંતિ ભંગ કરવાના ઈરાદે જાણીજોઈને અપમાન) અને કલમ 506(ગુનાહિત ધમકી) અને 34(ગુનો કરવાનો સામાન્ય ઈરાદો) હેઠળ આરોપી બનાવવામાં આવ્યો છે.

મહિલાએ લગાવ્યા આ આરોપ

મહિલાએ લગાવ્યા આ આરોપ

ગણેશ આચાર્ય પર આરોપ લગાવનાર મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે જ્યારે તેણે આચાર્ય સાથે યૌન સંબંધ બનાવવાનો ઈનકાર કરી દીધો તો તેને હેરાન કરવા લાગ્યા અને પછી ભદ્દી-ભદ્દી કમેન્ટ કરવામાં આવી. એટલુ જ નહિ તેને પૉર્ન મૂવી બતાવવામાં આવી અને છેડતી કરવામાં આવી. મહિલાની ફરિયાદ મુજબ મે 2019માં ગણેશ આચાર્યએ કહ્યુ હતુ કે જો તારે સફળ થવુ હોય તો મારી સાથે શારીરિક સંબંધ બનાવવા પડશે પરંતુ મે ના પાડી દીધી.

English summary
Mumbai police file charge sheet against choreographer ganesh acharya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X