For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ પોલીસે સલમાન ખાનને આપ્યુ હથિયાર રાખવાનુ લાઇસન્સ

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને હાલમાં જ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ સલમાન ખાને પોતાની સુરક્ષા માટે આર્મ્સ લાયસન્સ માટે અરજી કરી હતી. સલમાન ખાનના હથિયાર માટે લાઇસન્સ માટે કરવામાં આવેલી અરજીને મુંબઈ પોલીસે સ્વીકારી

|
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને હાલમાં જ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ સલમાન ખાને પોતાની સુરક્ષા માટે આર્મ્સ લાયસન્સ માટે અરજી કરી હતી. સલમાન ખાનના હથિયાર માટે લાઇસન્સ માટે કરવામાં આવેલી અરજીને મુંબઈ પોલીસે સ્વીકારી લીધી છે. મુંબઈ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સલમાન ખાનને તેની સુરક્ષા માટે હથિયારનું લાઇસન્સ આપવામાં આવ્યું છે, જેના માટે તેણે તાજેતરમાં અરજી કરી હતી.

Salman Khan

તમને જણાવી દઈએ કે સલમાન ખાને 22 જુલાઈના રોજ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને હથિયારના લાઈસન્સ માટે અરજી કરી હતી. જે બાદ તેમને લાઇસન્સ આપવામાં આવ્યું છે. સલમાન ખાનના પ્રતિનિધિએ પોલીસ વિભાગ પાસેથી લાયસન્સ લીધું છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે તમામ જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા બાદ સલમાન ખાનને લાયસન્સ આપ્યું છે. નિયમો અનુસાર, હથિયારનું લાઇસન્સ મેળવવા માટેની અરજીની ફાઇલ સૌપ્રથમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-9ને મોકલવામાં આવી હતી, અભિનેતાના ગુનાહિત રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી, ત્યારબાદ તેને લાઇસન્સ આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે 6 જૂને સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, તેના ઘરની બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે તારા પણ મુસેવાલા જેવા હાલ થશે. પોલીસને શંકા છે કે આ ધમકી પાછળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે જેણે પંજાબી ગાયક મૂસેવાલાની હત્યા કરી હતી.

વર્ષ 2018માં બિશ્નોઈએ સલમાન ખાનને ધમકી આપી હતી. કાળિયાર શિકાર કેસને લઈને કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, તે જ સમયે બિશ્નોઈ સમુદાયમાંથી આવેલા લોરેન્સે સલમાન ખાનને ધમકી આપી હતી. હકીકતમાં, બિશ્નોઈ સમાજમાં કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે. પોલીસને શંકા છે કે આ ધમકીભર્યા પત્ર પાછળ બિશ્નોઈનો હાથ છે. ઉલ્લેખનિય છેકે આર્મ્સ સાયલન્સ 2016 અનુસાર, જો કોઈ વ્યક્તિના જીવને ખતરો છે, તો તે હથિયાર માટે અરજી કરી શકે છે.

English summary
Mumbai police gave Salman Khan to license to carry arms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X