સુશાંતસિંહ કેસમાં સાઈક્યાટ્રીસ્ટનુ નિવેદન નોંધાયુ, ખુલશે ડિપ્રેશન-મોતના રાઝ

ઝી ન્યૂઝના સમાચાર અનુસાર પોલિસ સુશાંતના ડૉક્ટરનુ નિવેદન નોંધી ચૂકી છે.

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મુંબઈ પોલિસની તપાસ છેલ્લા 30 દિવસથી ઝડપથી આગળ વધી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે 15 દિવસમાં તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. ફેન્સ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. પોલિસ આ કેસ માટે ખાનગી અને પ્રોફેશનલ જિંદગી દરેક પ્રકારે તપાસ કરી રહી છે. ઝી ન્યૂઝના સમાચાર અનુસાર પોલિસ સુશાંતના ડૉક્ટરનુ નિવેદન નોંધી ચૂકી છે. સુશાંતના ઘરમાં તપાસ દરમિયાન ડૉક્ટરનુ પ્રિસ્ક્રિપ્શન મળ્યુ હતુ. સુશાંતે વર્ષ 2020 જાન્યુઆરીમાં ડૉક્ટર સાથે વાતચીત શરૂ કરી હતી.

ડૉક્ટરના નિવેદનને ક્રોસ ચેક

ડૉક્ટરના નિવેદનને ક્રોસ ચેક

સુશાંતના ડૉક્ટર સાથે પોલિસે વાત કરવાનુ કારણ તેના દોસ્તોના નિવેદન માનવામાં આવી રહ્યા છે. સુશાંતના નજીકના દોસ્તોએ પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે સુશાંતને લાગી રહ્યુ હતુ કે કોઈ તેનુ કરિયર ખતમ કરી રહ્યુ છે. આ કારણે પોલિસે સુશાંતના સાઈક્યાટ્રીસ્ટને બોલાવ્યા. ઝી ન્યૂઝના જણાવ્યા મુજબ પોલિસનુ કહેવુ છે કે સુશાંતના ડૉક્ટરનુ નિવેદન આ કારણે નોંધવામાં આવી રહ્યુ છે જેથી બીજા નિવેદનો સાથે ડૉક્ટરના નિવેદનને ક્રોસ ચેક કરવામાં આવી રહ્યુ છે.

રિયા ચક્રવર્તીની ફરીથી પૂછપરછ થઈ શકે છે

રિયા ચક્રવર્તીની ફરીથી પૂછપરછ થઈ શકે છે

રિયા ચક્રવર્તીએ એક ટ્વિટ કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે. રિયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યુ કે આદરણીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી. તેના અચાનક મોતને એક મહિનો થઈ ગયો છે. મને સરકાર પર ભરોસો છે. હું હાથ જોડીને સીબીઆઈ તપાસની માંગ કરુ છુ. આ હાઈપ્રોફાઈલ કેસ વિશે સુશાંતના નોકરથી લઈને ફેમિલીની ફરીથી પૂછપરછ કરવામાં આવશે. ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે દમ ઘૂટવાના કારણે અભિનેતાનુ મોત થયુ છે. એ પણ રિપોર્ટ સામે આવ્યા છે કે રિયા ચક્રવર્તી સુશાંતના પૈસાનો ઉપયોગ કરી રહી હતી. માટે તેની પણ ફરીથી પૂછપરછ કરવામાં આવી શકે છે.

સુશાંતના પિતાનુ નિવેદન

સુશાંતના પિતાનુ નિવેદન

સુશાંતના પિતાએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ હતુ કે સુશાંત પહેલા ઘણુ ખુલીને વાત કરતો હતો. છેલ્લા અમુક વર્ષોથી તે એકાંત અને શાંત રહેવા લાગ્યો હતો. પહેલા તો બધુ કહેતો હતો. પરંતુ છેલ્લે શું થયુ... તેણે જણાવ્યુ નહિ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દબાણ પર સુશાંતના પિતાએ કહ્યુ હતુ કે બની શકે છે.. ફિલ્મી દુનિયામાં હોઈ શકે છે. કંઈ પણ હોઈ શકે છે. હોય જ છે, જો કોઈને દેખાય કે બહુ આગળ વધી રહ્યો છે, તો કંઈ કરી દો. થતુ જ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X