For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયા પર અભિનેત્રી મુમતાઝના નિધનની અફવા, દીકરીએ જણાવ્યુ સત્ય

શુક્રવારે સોશિયલ મીડિયા પર અભિનેત્રી મુમતાઝના મરણની અફવા ફેલાઈ હતી. આ સમાચારની શરૂઆત ફિલ્મ ક્રિટિક કોમલ નહતાના ટ્વીટથી થઈ.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે સોશિયલ મીડિયા પર અભિનેત્રી મુમતાઝના મરણની અફવા ફેલાઈ હતી. આ સમાચારની શરૂઆત ફિલ્મ ક્રિટિક કોમલ નહાટાના ટ્વીટથી થઈ. વળી, ડાયરેક્ટપ મિલાપ ઝવેરીએ જલ્દી સ્પષ્ટ કરી દીધુ કે આ સમાચાર ખોટા છે. મિલાપે પોતાના ટ્વીટમાં લખ્યુ હતુ કે 'હમણા મારી મુમતાઝ આન્ટી અને તેમના ભત્રીજા શાદ રંધાવા સાથે વાત થઈ. તે સંપૂર્ણપણે સાજા છે અને ઈચ્છે છે કે આવી અફવાઓ પર વિરામ લાગે.' મિલાપે કોમલ નહતાના ટ્વીટ પર આ જવાબ આપ્યો. બાદમાં આ ટ્વીટને ડિલીટ કરી દેવામાં આવ્યુ.

mumtaz

તમને જણાવી દઈએ કે મિલાપના પહેલા ટ્વીટમાં લખ્યુ હતુ, 'અભિનેત્રી મુમતાઝનું આજે ઉંઘમાં બોમ્બેમાં કાર્ડિયાક અરેસ્ટથી નિધન થઈ ગયુ. તેમની પુત્રીના અમેરિકાથી પાછા આવ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર થશે.' ત્યારબાદ મિલાપે મુમતાઝે જીવિત હોવાની વાત કહી તો કોમલે પોતાનું ટ્વીટ ડિલીટ કર્યુ અને બીજા ટ્વીટમાં લખ્યુ, 'મુમતાઝજીના મૃત્યુના સમાચાર પોસ્ટ કરવા માટે ખૂબ માફી. ભગવાનની દયાથી તેઓ એકદમ સાજા છે.'

ત્યારબાદ મુમતાઝની દીકરી તાન્યા માધવાનીએ પણ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમના મૃત્યુની અફવાનું ખંડન કર્યુ. તેમણે એક વીડિયો શેર કરીને કહ્યુ, 'નમસ્તે, આ પોસ્ટ એ જણાવવા માટે છે કે મારી મા સાજા છે. તે લંડનમાં છે. કોમલ નાહટાએ અમુક અફવાઓ શરૂ કરી છે અને તેમની વાત ન સાંભળો. તેમણે પોતાનો પ્રેમ તમને સૌને મોકલ્યો છે.' તાન્યાએ ક્લિપસાથે કેપ્શન આપ્યુ, 'મારી માના મોતની વધુ એક અફવા. તે હંમેશાની જેમ સ્વસ્થ અને સુંદર દેખાઈ રહ્યા છે અને તેમણે પોતાના પ્રશંસકો એ જણાવવા માટે કહ્યુ છે કે તે સાજા છે. આ બધુ બકવાસ છે.'

તમને જણાવી દઈએ કે 60 થી 70ના દશક વચ્ચે લોકોના દિલ પર રાજ કરનારી મુમતાઝની પહેલી ફિલ્મ ખિલૌના હતી. જેના માટે તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ રાજેશ ખન્ના સાથે ફિલ્મ દો રાસ્તેએ પણ બોલિવુડમાં પોતાની છાપ છોડી. 77 વર્ષની મુમતાઝે 1977માં લગભગ ફિલ્મો કરવાનું છોડી દીધુ હતુ. જો કે છેલ્લી વાર તેઓ 1990માં આંધિયાંમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ ઓરિસ્સામાં ભારે તબાહી બાદ હવે પશ્ચિમ બંગાળ સાથે ટકરાયું Cyclone Faniઆ પણ વાંચોઃ ઓરિસ્સામાં ભારે તબાહી બાદ હવે પશ્ચિમ બંગાળ સાથે ટકરાયું Cyclone Fani

English summary
Mumtaz's Daughter Rubbishes Social Media Death Hoax of Actress, says she is alright
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X