Photos: ટાઇગરની 'મુન્ના માઇકલ'ની હિરોઇન છે સુપર હોટ!!
ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ મુન્ના માઇકલની હિરોઇન નિધિ અગ્રવાલનો ફર્સ્ટ લૂક રજૂ કરતું પોસ્ટર સામે આવી ચૂક્યું છે.
થોડા દિવસ પહેલાં જ ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ મુન્ના માઇકલનું પોસ્ટર રિલીઝ થયું હતું. ત્યાર બાદ આ ફિલ્મની હિરોઇન નિધિ અગ્રવાલનો ફર્સ્ટ લૂક રજૂ કરતું પોસ્ટર રિલીઝ થયું, જે સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થયું હતું. આ પોસ્ટરમાં નિધિ અગ્રવાલ ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

બોલ્ડ રોલ
પોસ્ટર પરથી સ્પષ્ટ છે કે, ફિલ્મમાં નિધિનો રોલ ખાસો બોલ્ડ હશે. ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શે નિધિનો લૂક ટ્વીટર પર રિલીઝ કર્યો હતો. આ ફિલ્મથી નિધિ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. મુન્ના માઇકલ ફિલ્મ 21 જુલાઇના રોજ રિલીઝ થશે.

નિધિ અગ્રવાલ
24 વર્ષીય નિધિનો જન્મ 23 માર્ચ, 1993ના રોજ બેંગ્લોરમાં થયો હતો. તેણે કથક અને બેલી ડાન્સમાં ટ્રેનિંગ લીધી છે. નિધિ મિસ દિવા - 2014ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. પોતાના એક્ટ્રેસ બનવાના ડ્રીમ અંગે વાત કરતાં નિધિએ કહ્યું હતું કે, હું જ્યારે પણ કોઇ હોર્ડિંગ પર ઐશ્વર્યાનો ફોટો જોઉં, ત્યારે પોતાની જાતને કહું છું કે એક દિવસ મારો ફોટો ત્યાં હશે.

ડેબ્યૂ માટે ડાયરેક્ટરની શરત
શબ્બીર ખાનની આ ફિલ્મ મુન્ના માઇકલથી નિધિ અગ્રવાલ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. નિધિને સાઇન કરતાં પહેલા ડાયરેક્ટરે તેની સામે એક શરત મૂકી હતી. આ શરત એ હતી કે, ફિલ્મ બનીને રિલીઝ થાય ત્યાં સુધી નિધિએ સિંગલ રહેવું પડશે. આ અંગે નિધિ પાસે પેપર્સ પર સહી પણ કરાવવામાં આવી હતી અને આ કારણે નિધિ ચર્ચાનો વિષય પણ બની હતી.

હેરાનગતિનો પાર નથી
છેલ્લા થોડા દિવસોથી નિધિને ખૂબ હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, નિધિના મકાન માલિકે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેની પાછળ નિધિના ડાયરેક્ટરની શરત જવાબદાર છે.

સિંગલ છે માટે ઘર નહીં મળે
નિધિ અગ્રવાલ સિંગલ હોવાથી મકાન માલિક તેને ઘર આપવા નથી માંગતા. વળી, નિધિ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી તેના વિશે અનેક વાતો પણ વહેતી થઇ છે, જેની સામે મકાન માલિકને વાંધો છે.

નવી જગ્યા શોધવામાં વ્યસ્ત નિધિ
નિધિએ જણાવ્યું કે, તે લગભગ છેલ્લા છ મહિનાથી પોતાની મિત્ર સાથે રહેતી હતી. હવે અચાનક જ મકાન માલિકના વર્તનને કારણે તેણે નવી જગ્યા શોધવાને વારો આવ્યો છે, જે એક મોટું ટાસ્ક છે.

દિશા અને ટાઇગર વચ્ચે નિધિ
એવી પણ ખબરો હતી કે, ટાઇગર શ્રોફ અને નિધિ અગ્રવાલ મુન્ના માઇકલના સેટ પર ખૂબ સારા મિત્રો બની ગયા હતા. જેને કારણે ટાઇગરની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટાણી નારાજ થઇ ગઇ હતી. નિધિની વાતને લઇને ટાઇગર અને દિશા વચ્ચે ખાસો મોટો ઝગડો થયો હતો અને વાત બ્રેકઅપ સુધી પહોંચી ગઇ હતી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
