પ્રિવ્યૂ : યૂ-એ સર્ટિફિકેટ મળવા છતાં બોલ્ડ છે મર્ડર 3

Murder 3
મુંબઈ, 13 ફેબ્રુઆરી : ભટ્ટ કૅમ્પની બ્રાન્ડ સિરીઝ મર્ડરની ત્રીજી ફિલ્મ મર્ડર 3 આવતીકાલે રિલીઝ થનાર છે. આ ફિલ્મમાં ઇમરાન હાશમીના સ્થાને જિસ્મ 2 ફિલ્મના હૉટ એક્ટર રણદીપ હટા તથા અદિતી રાવ હૈદરી તેમજ સારા લૉરેન મુખ્ય ભૂમિકામાં છે. સારા તેમજ અદિતીએ ફિલ્મમાં અનેક હૉટ સીન્સ આપ્યાં છે અને રણદીપે ભરપૂર સકાર આપ્યો છે. દિગ્દર્શક વિશેષ ભટ્ટ છે, તો સંગીત પ્રીતમ ચક્રવર્તીએ આપ્યું છે. સિંગર્સ છે શફાકત અમાનત અલી, નિખિલ ડિસૂઝા, કેકે તેમજ મુસ્તફા ઝાહિદ.

વાર્તા : મર્ડર સિરીઝની ત્રીજી ફિલ્મ મર્ડર 3 પણ અત્યાર સુધી રિલીઝ થયેલ મર્ડર તેમજ મર્ડર 2 ફિલ્મોની જેમ જ થ્રિલર ફિલ્મ છે. બેઝિકલી આ સિરીઝ સ્પેનિશ થ્રિલર ધ હિડન ફેસની રીમેક છે. ફિલ્મની વાર્તા શરૂ થાય છે હૉટ શૉટ ફૅશ તેમજ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિક્રમ (રણદીપ હુડા)થી. તે એક લૉજની વેટરંસ નિશા (સારા લૉરેન) સાથે રિલેશનશિપમાં હોય છે. નિશા વિક્રમ સાથે શહેરથી બહાર આવેલ તેના ઘરે જાય છે. આ ઘર શહેરથી દૂર એક ખૂબ જ વેરાન સ્થળે બનેલું છે. સદીઓ અગાઉ બનેલ આ ઘર સુંદર હોવાની સાથે જ ખૂબ જ બિહામણું પણ છે. આ ઘરમાં નિશા માટે ઘણાં બધાં રહ્યો હોય છે. આ ઘરમાં છુપાયેલો હોય છે રહસ્ય કે વિક્રમનું જીવન કઈ રીતે બન્યું અને તેની પ્રથમ ગર્લફ્રેન્ડ રોશની (અદિતી રાવ હૈદરી) અચાનક કઈ રીતે ગાયબ થઈ ગઈ. મર્ડર 3નો સૌને ઉત્તેજનાત્મક રીતે ઇંતેજાર છે.

જોકે ફિલ્મને સેંસર બોર્ડ દ્વારા યૂ-એ સર્ટિફિકેટ અપાયું છે, પરંતુ છતાં કહેવાય છે કે ફિલ્મમાં અનેક હૉટ અને એરોટિક સીન્સ છે. ફિલ્મમાં અદિતી રાવ હૈદરી તેમજ સારા લૉરેને મન મૂકીને અંગ પ્રદર્શન કર્યું છે. રણદીપ હુડા સાથે બંનેએ અનેક બેડ સીન્સ આપ્યાં છે. ફિલ્મમાં આ વખતે ઇમરાન હાશમીનું ન હોવું નકારાત્મક બિંદુ મનાયે છે, છતાં કહેવાઈ રહ્યું છે કે વિશેષ ભટ્ટે એવી રીતે ફિલ્મ તૈયાર કરી છે કે ક્યાંય ઇમરાનની ઉણપ અનુભવાશે નહીં. રણદીપે પણ બહેતરીન કામ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X