Pics : રણદીપ એકલા હાથે ઉપાડી શકશે મર્ડર 3નો ભાર ?
મુંબઈ, 8 જાન્યુઆરી : 15મી ફેબ્રુઆરી, 2013ના રોજ ફરી એક વાર મર્ડર ફિલ્મ સિરીઝની ત્રીજી ફિલ્મ મર્ડર 3 બૉક્સ ઑફિસે ધમાલ કરવા આવી રહી છે. આ વખતે ઇમરાન હાશમીના સ્થાને ફિલ્મમાં રણદીપ હુડાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. એમ તો ઇમરાન હાશમી વગર મર્ડર ફિલ્મ અંગે વિચારવું પણ વિચિત્ર લાગશે, પરંતુ મર્ડર 3ના દિગ્દર્શક વિશેષ ભટ્ટનું કહેવું છે કે મર્ડર 3માં ઇમરાન હાશમી નથી અને નથી તેમની કોઈ ખોટ સાલવાની છે. ફિલ્મમાં રણદીપે ખૂબ સારૂં કામ કર્યું છે અને તેમની એક્ટિંગ બધાને ગમશે, પરંતુ લોકોને એ બાબતે શંકા છે કે શું રણદીપ હુડા એકલા હાથે મર્ડર જેવી હિટ સિરીઝની ત્રીજી સિક્વલનો ભાર ઉપાડી શકશે?
ફિલ્મની બંને અભિનેત્રીઓ અદિતી રાવ હૈદરી અને મોના લિજ્જા પણ કોઈ ખાસ જાણીતી અભિનેત્રીઓ નથી. આ અગાઉ મર્ડર સિરીઝની બંને ફિલ્મોમાં ઇમરાન હાશમી જ આખી ફિલ્મનો ભાર ઉપાડતાં દેખાયા હતાં. રણદીપે અત્યાર સુધી મલ્ટીસ્ટાર્સ ફિલ્મોમાં જ કામ કર્યું છે. તેઓ હવે અચાનક જ મર્ડર જેવી હિટ સિરીઝની ફિલ્મનો આખો ભાર એકલા હાથે ઉપાડી શકશે કે કેમ તે ચિંતાનો વિષય છે. જોકે રણદીપ હુડાના અભિનય કૌશલ્ય અંગે કોઈને શંકા નથી, પરંતુ છતાં પણ ઇમરાન વગર મર્ડર ફિલ્મ અંગે વિચારવું થોડુંક મુશ્કેલ લાગે છે.
ફિલ્મના દિગ્દર્શક વિશેષ ભટ્ટે જણાવ્યું કે રણદીપ હુડાને જોયાં બાદ લોકો ઇમરાન હાશમીને મિસ નહીં કરે. ખેર હવે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે ક ભટ્ટ કૅમ્પની આ ફિલ્મ ઇમરાન હાશમી વગર બૉક્સ ઑફિસે કેટલું ચાલી શકશે. જોકે ફિલ્મની તસવીરો જોતાં લાગે છે કે કદાચ બૉક્સ ઑફિસ પર મર્ડર સિરીઝની આ ત્રીજી ફિલ્મ પણ કમાલ કરી બતાવશે, પરંતુ આખરી પસંદગી તો દર્શકો ઉપર જ નભે છે.
આવો આપને બતાવીએ મર્ડર 3 ફિલ્મની તસવીરી ઝલક.

રણદીપ ઉપાડી શકશે મર્ડર 3નો ભાર?
પ્રથમ વાર મર્ડર સિરીઝની ફિલ્મ ઇમરાન હાશમી વગર બનાવાઈ છે. તેથી રણદીપ હુડા ઉપર જ ફિલ્મનો આખો ભાર રહેશે. આ વખતે રણદીપ હુડા કસોટીએ હશે.

રણદીપ ઉપાડી શકશે મર્ડર 3નો ભાર?
પાકિસ્તાની અભિનેત્રી સારા લૉરેન કે જેઓ અગાઉ મોના લિજ્જા તરીકે ઓળખાતા હતાં, તેઓ મર્ડર 3માં દેખાશે. આ તેમની પ્રથમ ફિલ્મ છે. ટ્રેલરમાં તેઓ ખૂબ સુંદર લાગે છે. ઇમરાન વગર તેમની સફળતા પણ હવે રણદીપ ઉપર નભે છે.

રણદીપ ઉપાડી શકશે મર્ડર 3નો ભાર?
મર્ડર 3ના બીજા અભિનેત્રી અદિતી રાવ હૈદરી અગાઉ પણ લંડન પેરિસ ન્યુયૉર્ક ફિલ્મમાં દેખાઈ ચુક્યાં છે. તેમાં અદિતીએ રણદીપના ગર્લફ્રેન્ડનો રોલ કર્યો હતો. જોકે અદિતીની એક્ટિંગ અત્યાર સુધી વખણાઈ નથી.

રણદીપ ઉપાડી શકશે મર્ડર 3નો ભાર?
મર્ડર 3ના દિગ્દર્શક વિશેષ ભટ્ટ પણ દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ કરી રહ્યાં છે. સૌને આશા છે કે ભટ્ટ કૅમ્પની આ ફિલ્મ મર્ડર સિરીઝમાં શ્રેષ્ઠ સાબિત થશે.

રણદીપ ઉપાડી શકશે મર્ડર 3નો ભાર?
અદિતી અને સારા મર્ડર 3માં પહેલી વાર આટલા બોલ્ડ નજરે પડનાર છે. ફિલ્મની સફળતા આ બંને અભિનેત્રીઓની સફળતા પણ નક્કી કરવાની છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
