સંગીતકાર આણંદજીની અક્ષય સન્માન માટે પસંદગી
ભુવનેશ્વર, 9 ઑક્ટોબર : જાણીતા સંગીત દિગ્દર્શક કલ્યાણજી-આણંદજીની જોડીમાંના આણંદજી વીરજી શાહની છઠા પ્રતિષ્ઠિત અક્ષય સન્માન 2012 માટે પસંદગી કરવામાં આવી છે. આ સન્માન તેમને સંગીતના ક્ષેત્રમાં અતુલ્ય ફાળા માટે આપવામાં આવશે.

આ વાર્ષિક પુરસ્કાર અક્ષય મોહંતી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. અક્ષય મોહંતી એક મહાન કમ્પોઝર, ગીતકાર અને લેખક હતાં. સન્માન સમારંભ 12મી ઑક્ટોબરે ભુવનેશ્વર ખાતે યોજાશે.
આણંદજીએ તેમની ફિલ્મી સફરમાં 250થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમણે મનહર ઉધાસ, ઉદિત નારાયણ, કુમાર સનુ, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, સપના મુખર્જી અને સુનિધિ ચૌહાણ જેવા કલાકારોના કૌશલ્યને તક આપી. આ પુરસ્કાર સંગીત અને સાહિત્ય ક્ષેત્રે મહત્વનો ફાળો આપવા માટે અપાય છે.
પુરસ્કાર હેઠળ આણંદજીને એક લાખ રુપિયા રોકડા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવશે.
આ અગાઉ આ અક્ષય સમ્માન પુરસ્કાર મન્ના ડે, ગુલઝાર, પંડિત હરી પ્રસાદ ચૌરસિયા, ઇલયરાજા અને આશા ભોંસલેને આપવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષય સંગીત સ્પર્ધા ચાર સ્થળોએ ભુવનેશ્વર, અંગુલ, બહેરામપુર અને બાલાસોર ખાતે યોજાઈ હતી. ફાઇનલ રાઉંડ ભુવનેશ્વર ખાતે યોજાયુ હતું. તેમાં વિવિધ શ્રેણીઓમાં પસંદગી પામેલાઓને પણ અક્ષય ઉત્સવમાં સન્માનવામાં આવશે.












Click it and Unblock the Notifications
