મમ્મી અને નાની જેવી છે મારી રાજકુમારી - અક્ષય કુમાર
મુંબઈ, 26 સપ્ટેમ્બર : મંગળવારે વ્હાલી દીકરીના પપ્પા બનનાર અક્ષય કુમારના હરખઘેલા થઈ ગયાં છે. તેઓ જરૂર કરતાં વધારે ખુશ છે. પોતાની ખુશી જાહેર કરતાં અક્ષય કમારે ટ્વિટર પર લખ્યું છે કે તેમની નાનકડી રાજકુમારી એકદમ પોતાની મમ્મી અને નાની ઉપર ગઈ છે. એટલે કે તે બહુ જ સુંદર છે.
અક્ષયે લખ્યું, ‘હું બહુ ખુશ છું અને તેવા તમામ લોકોનો આભાર વ્યક્ત કરુ છું, જેમણે મારા અને મારી નાનકડી બેબી માટે દુઓ માંગી અને શુભેચ્છાઓ પાઠવી છે.'
નોંધનીય છે કે અક્ષય કુમારની પત્ની અને પૂર્વ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ મંગળવારે મુંબઈની બ્રિચકેન્ડી હૉસ્પિટલમાં વ્હાલસોયી દીકરીને જન્મ આપ્યો છે. માતા અને બાળકી બંને હાલ સ્વસ્થ છે. આ એક નૉર્મલ ડિલીવરી હતી. અક્ષયના જણાવ્યા મુજબ તેની દીકરી તેની માતા ટ્વિંકલ ખન્ના અને નાની ડિમ્પલ કાપડિયા ઉપર ગઈ છે.
આ નન્હી પરી અક્ષય-ટ્વિંકલનું બીજું સંતાન છે. બંનેને આ અગાઉ એક પુત્ર આરવ છે, જે હાલ દસ વરસનો છે. અક્ષય કુમાર હાલ પોતાની આવનારી ફિલ્મ ઓહ માય ગૉડ (ઓએમજી)ના પ્રમોશન અંગે વ્યસ્ત છે. હાલ તેઓ પોતાની દીકરીના જન્મના સમાચાર મળતાં જ પોતાનું પ્રમોશન પ્રોગ્રામ જયપુરમાં અધવચ્ચે મુકી મુંબઈ આવી પહોંચ્યા છે.