For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : મારી ચાલે મને બનાવ્યો ડૉ. ડૅંગ : અનુપમ ખેર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 જુલાઈ : અનુપમ ખેરે ખુલાસો કર્યો છે કે કર્મા ફિલ્મમાં તેમને ડૉ. ડૅંગની ભૂમિકા તેમની ચાલવાની ઢબના કારણે મળી હતી. કર્મા સુભાષ ઘઈની ફિલ્મ હતી કે 1986માં આવી હતી. અનુપમે જણાવ્યું - હું એક પાર્ટીમાં ગયો હતો. હું કારમાંથી ઉતરી ચાલતા-ચાલતા પાર્ટીમાં પહોંચ્યાં. સુભાષ ઘઈએ મને એક દરવાજામાંથી બીજા દરવાજે આવતા જોયો અને પછી કહ્યું - મારી ઑફિસે આવો.

પોતાની સંસ્થા ઇંસ્ટીટ્યૂટ એક્ટર પ્રીપૅર્સમાં 58 વર્ષીય અનુપમ ખેરે અનિલ કપૂર સાથે વાતચીત કરતાં જણાવ્યું - હું એ વખતે કામની શોધમાં હતો અને લગભગ બધાને આ અંગે પૂછપરછ કરી રહ્યો હતો. તેથી સુભાષજીએ બોલાવતાં હું બીજા દિવસે તેમની ઑફિસે ગયો. તેમણે મને જણાવ્યું - આપ મારી ફિલ્મમાં મુખ્ય ખલનાયક તરીકે કામ કરી રહ્યાં છો. હું આશ્ચર્યમાં મુકાઈ ગયો અને મેં જણાવ્યું કે આ અગાઉ મેં ક્યારેય ખલનાયક તરીકેની ભૂમિકા નથી ભજવી. તેમણે જણાવ્યું - મેં તમને ચાલતા જોયાં અને હું મારી ફિલ્મના ખલનાયકને આવી જ રીતે ચાલતાં જોવા માંગુ છું.

કર્મા ફિલ્મમાં તે વખતના સુપર સ્ટાર દિલીપ કુમાર લીડ રોલમાં હતાં. ઉપરાંત જૅકી શ્રૉફ, અનિલ કપૂર, નૂતન, નસીરુદ્દીન શાહ, પૂનમ ઢિલ્લોં, દારા સિંહ, શક્તિ કપૂર, શ્રીદેવી તથા ટૉમ ઑલ્ટર જેવા કલાકારો પણ હતાં. ફિલ્મમાં અનુપમ ખેર ડૉ. ડૅંગની ભૂમિકામાં હતાં.

આવો તસવીરો સાથે જાણીએ અનુપમ ખેર વિશે વધુ વિગતો :

એક્ટર પ્રીપૅર્સ ઇંસ્ટીટ્યૂટમાં અનુપમ

એક્ટર પ્રીપૅર્સ ઇંસ્ટીટ્યૂટમાં અનુપમ

અનુપમ ખેરે પોતાની સંસ્થા એક્ટર પ્રીપૅર્સ ઇંસ્ટીટ્યૂટ ખાતે જણાવ્યું કે તેમને તેમની ચાલના કારણે જ કર્મામાં ડૉ. ડૅંગની ભૂમિકા મળી હતી.

સારાંશ

સારાંશ

સને 1984માં આવેલી મહેશ ભટ્ટ દિગ્દર્શિત સારાંશ ફિલ્મમાં 28 વર્ષીય અનુપમ ખેરે એક એવા વૃદ્ધ નિવૃત્ત પિતાની ભૂમિકા ભજવી હતી કે જેની યુવાન પુત્રની અસ્થિઓ પામવા માટે ચપ્પલ ઘસાઈ જાય છે. એક લાચાર પિતાની તસવીર આ રીતે પડદા ઉપર અનુપમે જીવી બતાવી. તે જોઈ હરકોઈ રડી ઉઠ્યું હતું.

કર્માના ડૉ. ડૅંગ

કર્માના ડૉ. ડૅંગ

સુભાષ ઘાઈ દિગ્દર્શિત ફિલ્મ કર્મામાં ડૉક્ટર ડૅંગની ભૂમિકા અનુપમ ખેરે એવી રીતે ભજવી કે જેની આગળ દિલીપ કુમાર જેવા કલાકાર પણ ફીકા પડી ગયાં. ફિલ્મ મલ્ટીસ્ટાર હતી, પરંતુ અનુપમ ખેરનું અભિનય સૌની ઉપર ભારે પડ્યું અને ડૉ. ડૅંગ અમર થઈ ગયો.

ડૅડી

ડૅડી

આ ફિલ્મમાં અનુપમ ખેર એક દારૂડિયા, પરંતુ કૅરિંગ પિતા બન્યા હતાં. આ રોલ આજે પણ સીમાચિહ્ન રૂપ છે. આ ફિલ્મ માટે અનુપમ ખેરને બેસ્ટ ક્રિટિક એક્ટર ઍવૉર્ડથી બિરદાવવામાં આવ્યા હતાં.

ડર

ડર

ફિલ્મ ડર સાથે અનુપમ ખેરે કૉમેડીની શરુઆત કરી. પછી તેમણે રામ લખન, હમ, કુછ કુછ હોતા, લમ્હેં, મોહબ્બતેં, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને વીર ઝારા જેવી ફિલ્મોમાં સતત કૉમિક રોલ કર્યાં અને સતત ઍવૉર્ડ્સ જીતતા રહ્યાં.

મૈંને ગાંધી કો નહીં મારા

મૈંને ગાંધી કો નહીં મારા

મૈંને ગાંધી કો નહીં મારા ફિલ્મમાં અનુપમ ખેર એક ગંભીર રોલમાં હતાં કે જે લોકોના દિલો પર ચોટ કરે છે. આ ફિલ્મ માટે પણ અનુપમ ખેરને બેસ્ટ ક્રિટિક્સ એક્ટરનો ઍવૉર્ડ મળ્યો.

English summary
Anupam Kher reveals that it was his walk that got him the iconic role of Dr. Dang in Subhash Ghai's 1986 "Karma." "I had gone for a party and I was walking towards my car. Subhashji saw me coming from one door to another door and said, 'Come to my office tomorrow'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X