નરગિસ ફાકરીઃ બોલિવુડના ઘણા નિર્દેશકોએ કામના બદલે સાથે સૂવા કહ્યુ હતુ...

ફિલ્મ ‘રૉકસ્ટાર'થી બોલિવુડમાં તહેલકો મચાવનાર અભિનેત્રી નરગિસ ફાકરીએ બોલિવુડ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

ફિલ્મ 'રૉકસ્ટાર'થી બોલિવુડમાં તહેલકો મચાવનાર અભિનેત્રી નરગિસ ફાકરીએ બોલિવુડ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. નરગિસે એક એડલ્ટ સ્ટારને ઈન્ટરવ્યુ આપ્યો છે જેમાં તેણે કહ્યુ છે કે બોલિવુડના ઘણા નિર્માતા-નિર્દેશકોએ મને કામ અપાવવાના બહાને પોતાની સાથે સૂવાની ઑફર આપી, તેમણે મને ખુલ્લે આમ કહ્યુ કે જો મારે કામ જોઈએ તો મારે એવા લોકો સાથે શારીરિક સંબંધો બનાવવા પડશે, જો કે મે આ લોકોની ડિમાન્ડ ન માની જેના કારણે મારા હાથમાંથી મોટા પ્રોજેક્ટ જતા રહ્યા.

નરગિસે કહ્યુ, મારી જિંદગીમાં મે કોઈ સીમાઓ નથી બાંધી

નરગિસે કહ્યુ, મારી જિંદગીમાં મે કોઈ સીમાઓ નથી બાંધી

તમને જણાવી દઈએ કે નરગિસ ફાકરીએ આ વાતો પૉર્નસ્ટાર રહી ચૂકેલી બ્રિટની દે લા મોરાના શોમાં કહી છે. નરગિસે કહ્યુ કે મારી જિંદગીમાં મે કોઈ સીમાઓ નથી બાંધી. હું જાણતી હતી કે મને શું જોઈએ અને તેના માટે મારે શું કરવાનુ છે અને આ કારણે હું પૉર્ન ઈન્ડસ્ટ્રીમાં પહોંચી ગઈ પરંતુ મે ખુદને ભટકવાથી બચાવી લીધી હતી. હું એ વ્યક્તિઓમાંની છુ જે બીજાની ભૂલોમાંથી શીખે છે, જો તમે કોઈ ભૂલ કરી રહ્યા છો તો હું એ ભૂલ ફરીથી નહિ કરુ.

હું નેમ અને ફેમની ભૂખી નથીઃ નરગિસ

હું નેમ અને ફેમની ભૂખી નથીઃ નરગિસ

નરગિસે કહ્યુ કે હું નેમ અને ફેમની ભૂખી નથી એટલા માટે જ કદાચ હું આ બધા ચંગૂલોમાંથી બચી નીકળી. મે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ના તો ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ અને ના કોઈ નિર્દેશક સાથે સૂઈ ગઈ. જો કે આના કારણે મારા હાથમાંથી ઘણા પ્રોજેક્ટ પણ ગયા, હું આનાથી થોડી હેરાન પણ થઈ હતી પરંતુ મને ખબર છે કે અહીં ગૉડફાધર વિના સફળતા મેળવવી મુશ્કેલ છે પરંતુ મને ખબર હતી કે એ મુશ્કેલ છે અસંભવ નથી.

ઉદય ચોપડા સાથે જોડાઈ ચૂક્યુ છે નામ

ઉદય ચોપડા સાથે જોડાઈ ચૂક્યુ છે નામ

પોતાની પહેલી ફિલ્મ રૉકસ્ટારથી ધમાલ મચાવનારી નરગિસ ફાકરી હાઉસફૂલ 3, મદ્રાસ કેફે, મે તેરા હીરો, બેંજો, અઝહર, ફટા પોસ્ટર નિકલા હીરો, 5 વેડિંગ્ઝ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. થોડા સમય પહેલા યશ ચોપડાના નાના દીકરા ઉદય ચોપડા સાથે સંબંધ માટે ચર્ચામાં હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X