National Awards 2022: અજય દેવગણને નેશનલ ફિલ્મ અવૉર્ડ, આશા પારેખને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, જાણો આખી યાદી
ભારતના 68મા નેશનલ ફિલ્મ અવૉર્ડ આજે ફિલ્મી જગતની હસ્તીઓને અલગ-અલગ કેટેગરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હાથે આપી સમ્માનિત કરવામાં આવશે.
મુંબઈઃ ભારતના 68માં નેશનલ ફિલ્મ અવૉર્ડ આજે ફિલ્મી જગતની હસ્તીઓને અલગ-અલગ કેટેગરીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હાથે આપી સમ્માનિત કરવામાં આવશે. આ અવૉર્ડઝી ઘોષણા જુલાઈમાં કરવામાં આવી હતી. અજય દેવગણ અને સૂર્યાને બેસ્ટ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આશા પારેખને દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવશે. સૂર્યાની ફિલ્મ 'સોરારઈ પોટારુ'ને બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ મળશે. સેરેમની સાંજે 5 વાગે શરુ થશે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનુ આયોજન આજે કરવામાં આવ્યુ છે. આ વખતે દક્ષિણની ફિલ્મોની બોલબાલા વધુ છે. કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષોથી નેશનલ અવૉર્ડનુ આયોજન કરવામાં આવ્યુ નહોતુ. ઉલ્લેખનીય છે કે બેસ્ટ પોપ્યુલર ફિલ્મ અવૉર્ડ માટે અજય દેવગણની તાનાજીઃ ધ અનસંગ વૉરિયર માટે પસંદ કરવામાં આવી છે. વળી, બેસ્ટ ફીચર ફિલ્મ માટે તમિલ ફિલ્મ સોરારઈ પોટારુ પસંદ થઈ છે.
બેસ્ટ ડાયરેક્ટર - કેઆર સચિદાનંદન(મલયાલમ ફિલ્મ એકે અય્યપનમ કોશિયુમ માટે)
બેસ્ટ એક્ટ્રેસ - અપર્ણા બાલમુરલી(સોરારઈ પોટરુ)
બેસ્ટ સંગીતકાર - મનોજ મુન્તશિર(સાયના)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર - બીજુ મેનન(અય્યપ્પનમન કોશિયુમ)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ - લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી(શિવરંજિનિયમ ઈનુમ સિલા પેંગલમ)
બેસ્ટ બુક ઑન સિનેમા - ધ લૉન્ગેસ્ટ કિસ -કિશ્વર દેખાઈ આના લેખક છે)
બેસ્ટ નરેશન 'વૉઈસ ઓવર અવૉર્ડ -શોભા થરુર શ્રીનિવાસન - ફિલ્મ રેપ્સોડી ઑફ રેન - મોનસુન ઑફ કેરલ' માટે
બેસ્ટ મ્યૂઝક ડાયરેક્શન - વિશાલ ભારદ્વાજ(1232 કિલોમીટર માટે)
બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શન(ગીત) - થમન એસ(અલા વૈકુંઠપુરમ)
બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શન(બેકગ્રાઉન્ડ મ્યૂઝિક) - જીવી પ્રકાશ(સોરારઈ પોટરુ)
બેસ્ટ નૉન ફીચર ફિલ્મ - એના કી ગવાહી(ડાંગી)
બેસ્ટ તેલુગુ ફિલ્મ - શિવરંજિનિયુમ ઈનુમ સિલા પેંગલુ
બેસ્ટ કન્નડ ફિલ્મ - ડોલુ
મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ- મધ્ય પ્રદેશ
મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી(વિશેષ ઉલ્લેખ) - ઉત્તરાખંડ અને યુપી
આ ઉપરાંત બેસ્ટ ફિલ્મ ઑન સોશિયલ ઈશ્યુ - જસ્ટીસ ડિલેડ બટ ડિલિવર્ડ અને થ્રી સિસ્ટર્સને સંયુક્ત રીતે અપાશે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
