રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો : જૉલી એલએલબી, શાહિદ અને ભાગ મિલ્ખા ભાગ છવાઈ
નવી દિલ્હી, 16 એપ્રિલ : 61મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. પુરસ્કારોની યાદી તો બહુ મોટી છે, પરંતુ જ્યાં સુધી બૉલીવુડ ફિલ્મોનો સવાલ છે, તો જૉલી એલએલબી બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ ઍવૉર્ડ જીતવામાં સફળ રહી છે, જ્યારે શાહિદના દિગ્દર્શક હંસલ મહેતાને બેસ્ટ દિગ્દર્શક તરીકેનુ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યું છે.

તેવી જ રીતે આનંદ ગાંધી દિગ્દર્શિત શિપ ઑફ થેસિયસને બેસ્ટ ફીચર ફિલ્મનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. ભાગ મિલ્ખા ભાગને બેસ્ટ લોકપ્રિય ફિલ્મનો ઍવૉર્ડ પણ અપાયો. મદ્રાસ કૅફેને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનનો ઍવૉર્ડ આપવામાં આવ્યો.












Click it and Unblock the Notifications
