Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, '9 વર્ષની ઉંમરથી આવુ થઈ રહ્યુ છે'

બૉલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ પોતાના કાકા સામે યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે.

બૉલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ પોતાના કાકા સામે યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે. પીડિતાએ દિલ્લીના જામિયા પોલિસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે આ આરોપ અભિનેતાના ભાઈ પર લાગ્યો છે. આ અગાઉ નવાઝુદ્દીનની પત્ની આલિયાએ પણ તેમના ભાઈ પર મારપીટ અને હાથ ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો. આ વખતે તેમના ભાઈ પર તેમની ભત્રીજીએ આરોપ લગાવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર પોલિસ સ્ટેશનમાં નોંધાવેલ એફઆઈઆરમાં નવાઝુદ્દીનની ભત્રીજીએ કહ્યુ કે જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે તેની સાથે નવાઝુદ્દીના ભાઈએ આવુ કર્યુ હતુ.

એ વખતે 9 વર્ષની હતી નવાઝુદ્દીનની ભત્રીજી

એ વખતે 9 વર્ષની હતી નવાઝુદ્દીનની ભત્રીજી

છેલ્લા ઘણા દિવસોથી નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અંગત જીવન માટે ઘણા ચર્ચામાં છે. તેમની પત્નીએ તેમને ડિવોર્સની નોટિક મોકલી હતી. હવે તેમના ઘરેથી વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અભિનેતાની ભત્રીજીએ કહ્યુ, 'આ વાત એ વખતની છે જ્યારે હું 9 વર્ષની હતી. મારા પિતાએ માને ડિવોર્સ આપ્યા બાદ બીજા લગ્ન કરી લીધા અને બીજી પત્ની સાથે અલગ ઘરમાં રહેવાનુ શરૂ કરી દીધુ. મારી સાથે પછી ઘરમાં ઘણુ બધુ ખોટુ થવા લાગ્યુ. મારી સાથે મારપીટ પણ થઈ. મને મોટા થવા પર લાગ્યુ કે કાકા જે કરી રહ્યા છે તે ખોટુ છે.'

નવાઝુદ્દીને ન આપ્યો સાથ

નવાઝુદ્દીને ન આપ્યો સાથ

એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં નવાઝુદ્દીનની ભત્રીજીએ કહ્યુ છે કે, 'જ્યારે તે બે વર્ષની હતી ત્યારથી તેના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા. તેની સાવકી માએ ઉછેર કર્યો. તેણે જણાવ્યુ, હું નાની હતી માટે સમજી ન શકી તે મારા કાકા હતા. પરંતુ જ્યારે હું મોટી થઈ તો મને ખબર પડી કે તે ખોટો સ્પર્શ હતો. જેમાં હિંસા પણ હતી. આ સાથે જ તેણે કહ્યુ કે તેના કાકા નવાઝુદ્દીને પણ તેનો સાથે નહોતો આપ્યો અને કહ્યુ હતે કે કાકા છે, આવુ તે ક્યારેય ન કરી શકે.'

સાસરીવાળાએ કર્યા હેરાન

સાસરીવાળાએ કર્યા હેરાન

તેણે આગળ કહ્યુ કે, 'તેણે કોર્ટ મેરેજ કર્યા છે અને દાવો કર્યો કે તેના પિતા અને કાકા તેના સાસરીવાળાને પણ હેરાન કરે છે. નવાઝુદ્દીની ભત્રીજીએ કહ્યુ, ત્યાં સુધી કે મારા લગ્ન બાદ, મારા પિતા અને નવાઝ મોટા પપ્પા પણ આમાં શામેલ હતા, મારા સાસરીવાળાને હેરાન કરવા માટે ખોટો કેસ કર્યો. જો કે કડક હોત તો આવુ ન થાત. તેમણે ક્યારેય મારા પર વિશ્વાસ ન કર્યો.'

'મે તેમને બધુ કહી દીધુ'

'મે તેમને બધુ કહી દીધુ'

તેણે કહ્યુ કે તેને આશા હતી કે નવાઝુદ્દી તેેને સમજશે. તેણે જણાવ્યુ, 'નવાઝ મોટા પપ્પાએ એક વાર મને પૂછ્યુ હતુ કે હું જીવનમાં શું કરવા માંગુ છુ. મે તેમને એ બધુ કહી દીધુ જે મારી સાથે બન્યુ હતુ અને હું માનસિક રીતે હેરાન હતી.' પરંતુ તેમણે કહ્યુ કે આવુ કંઈ નથી. મને લાગતુ હતુ કે કમસે કમ મોટા પપ્પા(નવાઝુદ્દીન) સમજશે, તે એક અળગ સમાજમાં રહે છે અને અલગ વિચારો છે. પરંતુ તેમણે કહ્યુ કે, 'કાકા છે, તે આવુ ક્યારેય ન કરી શકે.'

અભિનેતાની પત્નીએ પણ લગાવ્યા હતા આરોપ

અભિનેતાની પત્નીએ પણ લગાવ્યા હતા આરોપ

આ પહેલા નવાઝુદ્દીનની પત્નીએ દાવો કર્યો હતો કે, 'અભિનેતા નવાઝુદ્દીનને મહિલાઓનુ સમ્માન કરતા નથી આવડતુ. તેણે એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીતમાં કહ્યુ હતુ, અમે અમારા લગ્નજીવનમાં ત્યારથી હેરાનગતિ સહન કરી રહ્યા છે જ્યારથી લગ્ન થયા છે. નવાઝુદ્દીન અને તેના ભાઈઓને ખબર જ નથી મહિલાઓનુ સમ્માન કેવી રીતે કરાય. જ્યારે પણ તે વાત કરતા હતા ત્યારે ભૂલો જ કાઢવા લાગતા હતા. તેમણે ઘણી વાર બીજા સામે મારી બેઈજ્જતી કરી છે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X