For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આર્યન ખાને ચરસનુ કર્યુ સેવન, અરબાઝ મર્ચન્ટના જૂતામાં હતુ 6 ગ્રામ ચરસ', NCBએ પંચનામામાં શું-શું કહ્યુ?

મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્ઝ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)એ પોતાના પંચનામામાં કહ્યુ છે કે આર્યન ખાને સ્વીકાર કરી લીધો છે કે તે ચરસનુ સેવન કરે છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્ઝ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)એ પોતાના પંચનામામાં કહ્યુ છે કે આર્યન ખાને સ્વીકાર કરી લીધો છે કે તે ચરસનુ સેવન કરે છે. એક અન્ય આરોપી અરબાઝ મર્ચન્ટને લઈને એનસીબીએ કહ્યુ છે કે અરબાઝ મર્ચન્ટના જૂતામાંથી 6 ગ્રામ ચરસ જપ્ત કરવામાં આવ્યુ. જે લક્ઝરી ક્રૂઝ પર જઈ રહ્યા હતા. ઈન્ડિયા ટુડેએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી) પંચનામાના આધારે આ રિપોર્ટ આપ્યો છે. મુંબઈના સમુદ્રમાં 2 ઓક્ટોબરની રાતે એનસીબીએ ક્રૂઝ પર રેવ પાર્ટીમાં રેડ પાડીને આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીના પંચનામાથી ઘણી વાતોનો ખુલાસો થયો.

'આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટે સર્ચ કરવા દેવાનો કર્યો હતો ઈનકાર'

'આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટે સર્ચ કરવા દેવાનો કર્યો હતો ઈનકાર'

એનસીબીના પંચનામા મુજબ એનસીબી અધિકારી આશિષ રાજન પ્રસાદે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને એનડીપીએસ એક્ટની કલમ 50ની જોગવાઈ વિશે જણાવ્યુ. અધિકારીઓ સામે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટની તપાસ કરવાની રજૂઆત કરી પરંતુ બંનેએ ના પાડી દીધી. ત્યારબાદ તપાસ અધિકારીએ આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને પૂછ્યુ કે શું તેમની પાસે કોઈ માદક પદાર્થ છે જેના પર અરબાઝે હામાં જવાબ આપ્યો અને કહ્યુ કે જૂતામાં ચરસ છૂપાવ્યુ છે.

'અરબાઝ મર્ચન્ટે કહ્યુ - હું અને આર્યન ડ્રગ્ઝ લઈએ છીએ'

'અરબાઝ મર્ચન્ટે કહ્યુ - હું અને આર્યન ડ્રગ્ઝ લઈએ છીએ'

એનસીબીએ પંચનામામાં કહ્યુ, 'અરબાઝ મર્ચન્ટે સ્વેચ્છાએ પોતાના જૂતામાંથી એક કાળો, ચીકણો પદાર્થ યુક્ત એક ઝિપલૉક બેગ કાઢી. ત્યારબાદ પદાર્થનુ ડીડી કિટથી પરીક્ષણ કરવામાં આવ્યુ અને ચરસ હોવાની પુષ્ટિ થઈ. તેની પાસેથી કુલ છ ગ્રામ ચરસ જપ્ત કરવામાં આવી. અરબાઝ મર્ચન્ટે એનસીબી અધિકારીને કહ્યુ કે તે આર્યન ખાન સાથે ડ્રગ્ઝનુ સેવન કરે છે અને તે એક રેવ પાર્ટી માટે ક્રૂઝ જહાજની અંદર જઈ રહ્યા હતા.'

'આર્યન ખાને માન્યુ - પાર્ટીમાં ચરસ લેવાનુ કર્યુ હતુ પ્લાનિંગ'

'આર્યન ખાને માન્યુ - પાર્ટીમાં ચરસ લેવાનુ કર્યુ હતુ પ્લાનિંગ'

એનસીબીએ પંચનામામાં કહ્યુ, 'આર્યન ખાનને પૂછવા પર, તેમણે ચરસનુ સેવન કરવાની વાત સ્વીકારી છે. આર્યને પણ કહ્યુ કે તે ક્રૂઝ જહાજ પર સવાર થઈને અરબાઝ મર્ચન્ટ પાસેથી જપ્ત કરવામાં આવેલી ચરસનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા હતા.' એનસીબીએ કહ્યુ, 'પંચનામુ બે પંચોની ઉપસ્થિતિમાં રેકૉર્ડ કરવામાં આવ્યુ હતુ, જે છે કિરણ ગોસાવી અને પ્રભાકર રોગોજી સેન. કિરણ ગોસાવી એક પ્રાઈવેટ જાસૂસ છે. આર્યન ખાન સાથે વાયરલ થયેલ સેલ્ફીમાં કિરણ ગોસાવી જ દેખાઈ રહ્યા છે. આ સેલ્ફી ગયા રવિવાર(3 ઓક્ટોબર)ના રોજ મુંબઈ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ પર ક્લિક કરવામાં આવી હતી.'

English summary
NCB panchnama says Aryan Khan consumed narcotics, Arbaaz Merchant carried 6 gram charas in shoes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X