મુંબઈમાં કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે NCBએ પાડી રેડ, મોકલ્યા સમન
હારાષ્ટ્રના મુંબઈ શહેરમાં કૉમેડિયન ભારતી સિંહના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રેડ પાડી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં કૉમેડિયન ભારતી સિંહના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રેડ પાડી છે. આ વિશેની માહિતી સમાચાર એજન્સી એએનઆઈએ એનસીબીના હવાલાથી આપી છે. તમને જણાવી દઈએ કે થોડા મહિનાથી મુંબઈમાં એનસીબીની કાર્યવાહી ખૂબ વધી ગઈ છે. થોડા દિવસ પહેલા જ અભિનેતા અર્જૂન રામપાલના ઘરે પણ એનસીબીની રેડ પાડવામાં આવી હતી.

મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં કૉમેડિયન ભારતી સિંહના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રેડ પાડી છે. ત્યારબાદ ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયાને સમન પણ જારી કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક મહિનાઓથી મુંબઈમાં એનસીબીની કાર્યવાહી ઘણી વધી ગઈ છે. માહિતી મુજબ ભારતી અને તેના પતિ પર ડ્રગ્ઝ લેવાનો આરોપ છે. આ વાતનો ખુલાસો એક ડ્રગ પેડલરની પૂછપરછ દરમિયાન થયો છે. તેમની પૂછપરછમાં આ બંનેનુ નામ આવ્યુ છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યુ છે કે અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ઘરોમાં પણ રેડ પાડવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
