નેહા ઘૂપિયાએ 6 મહિના સુધી બધાથી કેમ છૂપાવી પ્રેગ્નેન્સી? કર્યો ખુલાસો

ભારતના પુરુષોની માનસિકતાને કારણે નેહા ધૂપિયાએ પ્રેગ્નન્સીની ખબર છૂપાવી હતી.

પૂર્વ મિસ ઈન્ડિયા અને બૉલીવુડની હૉટ બેબ તરીકે ઓળખાતી મોડલ-અભિનેત્રી નેહા ધૂપિયા એ રાજ પરથી પડદો ઉઠાવી લીધો કે આખરે તેણે ફેન્સથી 6 મહિના સુધી ગુડ ન્યૂઝ કેમ છૂપાવી? જી હાં, અહીં નેહાની પ્રેગ્નન્સી વિશે વાત થઈ રહી છે, જેના વિશે લોકોમાં કેટલાય પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. પણ આખરે આ અંગે નેહાએ ખુલાસો કરી જ દીધો.

નેહા ધૂપિયાએ ખોલ્યા રાજ

નેહા ધૂપિયાએ ખોલ્યા રાજ

નેહાના લગ્નથી લોકો એટલા નહોતા ચોંક્યા જેટલા તે મા બનશે તેના સમાચારથી ચોંકી ઉઠ્યા. કેટલાક લોકોએ કહ્યું હતું કે નેહા લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી અને આ કારણે જ એણે અંગદ બેદી સાથે છાનામાના લગ્ન કરી લીધાં છે.

હું ઘરે ખાલી બેસવા નહોતી માંગતીઃ નેહા

હું ઘરે ખાલી બેસવા નહોતી માંગતીઃ નેહા

પોતાની પ્રેગ્નન્સી વિશે નેહાએ કહ્યું કે તેણે 6 મહિના સુધી પ્રેગ્નન્ટ થવાની વાત એટલા માટે છૂપાવી કેમ કે તે નહોતી ઈચ્છતી કે તેને કામ મળતું બંધ થઈ જાય, નેહાએ કહ્યું કે આપણે ત્યાં લોકોનું માઈન્ડ સેટ છે, તેઓ ગર્ભવતી સ્ત્રીઓને કામ આપવાનું બંધ કરી દે છે, હું લકી છું કે મારું બેબી બંપ 6 મહિના સુધી ન દેખાયું. નેહાએ કહ્યું કે તે ખુદને ખુશ જોવા માગતી હતી અને ઘર પર બેસવા નહોતી માંગતી માટે તેણે આ વાત છૂપાવી હતી.

અંગદના વખાણ કર્યાં

અંગદના વખાણ કર્યાં

નેહાએ પોતાના પતિ અંગદ બેદીના વખાણ કરતા કહ્યું કે મારાથી ક્યાં વધુ અંગદ બેબીને આવવાની રાહ જોઈ રહ્યો છે. મને લાગે છે કે અંગદ એક બહુ સારા પિતા સાબિત થશે. જણાવી દઈએ કે નેહા ધૂપિયાએ હાલમાં જ બેબી બંપ સાથે સુંદર ફોટોશૂટ કરાવ્યું હતું જેનાં લોકોએ વખાણ પણ કર્યાં હતાં.

મોડલિંગ અને ફિલ્મોનો જાણીતો ચહેરો છે નેહા

મોડલિંગ અને ફિલ્મોનો જાણીતો ચહેરો છે નેહા

જણાવી દઈએ કે નેહાએ પોતાના ક્લોઝ ફ્રેન્ડ અંગદ બેદી સાથે 10મે 2018ના રોજ અચાનક લગ્ન કરી સૌને સરપ્રાઈઝ કરી દીધા હતા. વર્ષ 2003માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર નેહા મોડલિંગની દુનિયાનો જાણીતો ચહેરો છે, મોડલિંગ બાદ નેહાએ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવ્યું. નેહાએ હિંદી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. એમની પહેલી હિન્દી ફિલ્મ 'કયામત' હતી, જે બાદ એમણે જૂલી જેવી ફિલ્મોમાં બૉલ્ડ સીન આપીને ચકચાર મચાવી હતી. એમણે ક્યા કૂલ હૈ હમ, શૂટ આઉટ લોખંડવાલા, સિંહ ઈઝ કિંગ અને તુમ્હારી સુલૂ જેવી ફિલ્મોમાં શાનદાર રોલ નિભાવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X