પરફેક્ટ બિકિની બૉડી માટે નિયા શર્માએ બે દિવસ સુધી કંઈ જ ના ખાધું, પછી થયું એવું કે...

પરફેક્ટ બિકિની બૉડી માટે નિયા શર્માએ બે દિવસ સુધી કંઈ જ ના ખાધું, પછી થયું એવું કે...

ટીવી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંથી એક નિયા શર્મા હાલ ચર્ચામાં છે. એવું એટલા માટે કેમ કે હાલમાં જ તેમનો બહુ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નિયા શર્માનો શો જમાઈ રાજા 2.0 વેબ સિરીઝમાં લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. આ શોમાં નિયા કેટલાય સીન્સમાં બિકિનીમાં જોવા મળશે. આ ગેટઅપ માટે નિયાએ પોતાની કેટલીય તસવીરો પણ શેર કરી છે. હવે નિયાએ પોતાના આ ગેટઅપ અને શૂટને લઈ નવો ખુલાસો કર્યો છે. બૉલીવુડની એક નામી વેબસાઈટ સાથે ખાસ વાતચીતમાં નિયાએ જણાવ્યું કે સ્ટનિંગ બિકિની બૉડી મેળવવા માટે તેમણે બે દિવસ સુધી કંઈ જ નહોતું ખાધું, કેમ કે તે શો માટે પરફેક્ટ શૉટ આપવા માંગતી હતી.

એ સીન વિશે વિચારીને પાગલ થઈ ગઈ હતી

એ સીન વિશે વિચારીને પાગલ થઈ ગઈ હતી

નિયાએ જણાવ્યું કે તે સીન્સ વિશે વિચારી હું પાગલ થઈ ગઈ હતી જે હું કરવાની હતી. પહેલેથી જ હું જાણતી હતી કે આવા સીન્સ થનાર છે, પરંતુ હું શોનો ભાગ હતી માટે હું ખુદ સારી દેખાવા માંગતી હતી. આ શોમાં મારે બિકિની પહેરવાની હતી, જેના માટે મેં મારી બૉડી પર ઘણી મહેનત કરી.

બે દિવસ કંઈ ના ખાધા બાદ શૂટનો ટાઈમ બદલાઈ ગયો

બે દિવસ કંઈ ના ખાધા બાદ શૂટનો ટાઈમ બદલાઈ ગયો

નિયાએ કહ્યું કે આ સીન કરવા માટે હું ઘણી એક્સાઈટેડ હતી. બે દિવસથી કંઈ જ નહોતું ખાધું જેથી પરફેક્ટ બિકિની શૂટ કરાવી શકું. પરંતુ જ્યારે શૂટનો સમય આવ્યો તો ડાયરેક્ટરે કહ્યું કે સૂરજ વાદળાંથી ઢંકાયેલો છે અને આજે સીન શૂટ નહિ થઈ શકે. ડાયરેક્ટરે જ્યારે આ કહ્યું ત્યારે હું નિરાશ થઈ ગઈ. પછી ઈન્સ્ટાગ્રામ માટે મેં કેટલીક ફોટો ક્લિક કરાવી, તે શેર કરી અને વાયરલ થઈ ગઈ.

નિયાએ બેવકૂફ બનાવી

નિયાએ બેવકૂફ બનાવી

નિયા શર્માનું કહેવું છે કે મને ઘણું બ્લોટિંગ મહેસૂસ થાય છે. રિયલ લાઈફમાં હંમેશા આવું જ રહે છે. મારા માટે આ કરી શકવું બહુ મુશ્કેલ છે. મને માલૂમ છે કે હું ઑડિયન્સને એ ફોટો શેર કરીને બેવકૂફ બનાવી રહી છું, પરંતુ શું કરું- રિયલ લાઈફમાં મારું પેટ આટલું ફ્લેટ દેખાતું જ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X