Video : 64 વર્ષે પણ એવી બોલ્ડનેસ કે નવી અભિનેત્રીઓ ફિક્કી પડે, ફ્રાન્સથી નીના ગુપ્તાનો સુપર બોલ્ડ અવતાર વાયરલ
પંચાયત ફેમ અભિનેત્રી નીના ગુપ્તા વધતી ઉમર સાથે વધુ બોલ્ડ બની રહી છે. પોતાની લાઈફને બિંદાસ્ત અંદાજમાં જીવતી નીના ગુપ્તા આ દિવસોમાં ફ્રાન્સમાં છે અને અહીંથી તેનો બિંદાસ્ત બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નીના ગુપ્તા પોતાની લાઈફને ખુલ્લીને ઇન્જોય કરે છે અને કોઈની પરવા કરતી નથી. આ દિવસોમાં નીના ગુપ્તા પતિ વિવેક મહેરા સાથે ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે. અહીંથી તેણે વેકેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નીના ગુપ્તાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા આ વીડિયોમાં નીના ગુપ્તા ફ્રાન્સની એક રેસ્ટોરન્ટમાં બોલિવૂડ ફિલ્મના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ડાન્સમાં તેની સાથે તેના હસબન્ડ વિવેક મહેરા પણ સપોર્ટ કરી રહ્યા છે અને બંને સાથે ખૂબ ઇન્જોય કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં નીના ગુપ્તાએ કેપ્શનમાં લખ્યું છે- મોગિન્સ, ફ્રાન્સમાં મૌજા હી મૌજા.
હવે નીના ગુપ્તાના આ ડાન્સ વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે તમે ઈન્ડસ્ટ્રીના સૌથી શાનદાર વ્યક્તિ છો.અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, વૃદ્ધાવસ્થા માણસ દ્વારા બનાવવામાં આવી છે, ઉંમર જેવું કંઈ નથી. તમે ખૂબ જ સુંદર છો.
જણાવી દઈએ કે નીના ગુપ્તા નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ 2માં જોવા મળી હતી. આ સિવાય તે ફિલ્મ ઈશ્ક નાદાનમાં પણ જોવા મળી રહી છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર જોઈ શકો છો. આ સિવાય નીના ગુપ્તા ટૂંક સમયમાં વેબ સિરીઝ પંચાયતની ત્રીજી












Click it and Unblock the Notifications
