Nitesh Pandey Death: હોટલના રુમમાં થયુ હતુ નિતેશ પાંડેનુ મોત, સ્ટાફ પાસે મંગાવ્યુ જમવાનુ, એ રાતે શું થયુ હતુ?
Nitesh Pandey Death: ટીવી અને ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા નિતેશ પાંડેના નિધનથી સામાન્ય લોકોની સાથે-સાથે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ આઘાત લાગ્યો છે. તમને જણાવી દઈએ કે નિતેશ પાંડેનું 23મી મેની રાત્રે કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયુ હતુ.
નિતેશ પાંડેએ 51 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ તરીકે દર્શાવવામાં આવ્યું છે. હવે આ મામલે પોલીસે પોતાનું નિવેદન જાહેર કર્યુ છે.

પોલીસે જણાવ્યુ છે કે નિતેશ પાંડે ઇગતપુરીની હોટેલ ડ્યૂ ડ્રોપમાં રોકાયા હતા. તે અવારનવાર ત્યાં આવતા-જતા હતા. મળતી માહિતી મુજબ, નિતેશ પાંડેએ સાંજે હોટલના રૂમમાં ફૂડનો ઑર્ડર પણ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નિતેશ પાંડેએ 23 મેના રોજ હોટેલ ડ્યૂ ડ્રોપમાં ચેક ઇન કર્યુ હતુ.
પોલીસના જણાવ્યા મુજબ તે હોટલમાં એકલા હતા. નિતેશ પાંડે ઘણા સમયથી આ હોટલની મુલાકાત લેતા હતા. તે અહીં આવીને વાર્તાઓ લખતા હતા. લેખ લખતી વખતે કોઈ ખલેલ ન પડે તે માટે તે આ હોટલમાં આવતા હતા.
પોલીસે જણાવ્યુ કે 23 મેની સાંજે નિતેશ પાંડે હોટલની રેસ્ટોરન્ટમાં ગયા અને પોતાના માટે જમવાનુ ઓર્ડર કર્યુ. નિતેશ પાંડેએ હોટેલ સ્ટાફને 10.30 વાગ્યા સુધીમાં તેમના રૂમમાં ભોજન મોકલવા કહ્યુ. પોલીસના જણાવ્યા મુજબ જ્યારે હોટલનો સ્ટાફ ફૂડ લઈને પહોંચ્યો અને ડોરબેલ વગાડ્યો તો અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. હોટલ સ્ટાફે અનેક વખત ફોન કરવા છતાં નિતેશ પાંડેએ દરવાજો ખોલ્યો ન હતો.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, ઇગતપુરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજુ સુર્વેએ જણાવ્યુ કે જ્યારે નિતેશ પાંડેએ લાંબા સમય સુધી દરવાજો ન ખોલ્યો અને અંદરથી જવાબ ન આપ્યો ત્યારે હોટેલ સ્ટાફે માસ્ટર કી વડે તેમનો રૂમ ખોલ્યો. રૂમ ખોલીને જોયું તો નિતેશ પાંડે બેડ પર બેભાન અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા. તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યા.
પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમના પ્રારંભિક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે નિતેશ પાંડેનુ મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયુ હતુ. નાસિક ગ્રામીણના ઇગતપુરી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે તેઓએ નિતેશ પાંડેના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો તેમજ હોટલ સ્ટાફની પૂછપરછ કરી છે. જો કે, પૂછપરછ કર્યા પછી પણ, કોઈ સમસ્યા કે શંકા સામે આવી નથી. તમને જણાવી દઈએ કે નિતેશ પાંડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નાશિક લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી નિતેશના મૃતદેહને મુંબઈમાં તેના ઘરે લાવવામાં આવ્યો હતો.
નિતેશ પાંડેના અંતિમ સંસ્કાર 24 મેના રોજ ગોરેગાંવ પૂર્વ આરે કોલોની પાસે મુક્તિધામ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. નિતેશ પાંડેને અંતિમ વિદાય આપવા માટે તેમના મિત્રો, સંબંધીઓ અને ઉદ્યોગના ઘણા લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. દરેક લોકો ખૂબ જ ભાવુક બની ગયા હતા. તમને જણાવી દઈએ કે દિવંગત એક્ટર નિતેશ પાંડે લગભગ 25 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
