For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુલાસો : સુસાઇડ રૂમમાં નથી મળ્યાં જિયાના ફિંગર પ્રિંટ્સ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 નવેમ્બર : જિયા ખાન આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવી ગયો છે. પોતાના રૂમમાં પંખા સાથે ફાંસો ખાધેલ અવસ્થામાં મળેલા નિશબ્દના યુવાન અભિનેત્રી જિયા ખાનના મોતનું રહસ્ય વધુ ગુંચવાતુ જાય છે. ટેલીવિઝન ચૅનલો પર પ્રસારિત રિપોર્ટ્સ ઉપર ભરોસો કરીએ, તો જિયા ખાન કેસનો એફએસએલ રિપોર્ટ કહે છે કે જે રૂમમાં જિયા ખાનનું શબ ગળે ફાંસો લાગેલી હાલતમાં મળ્યું, તે રૂમમાં કોઈ પણ વસ્તુ ઉપર જિયાની આંગળીઓના નિશાન નહોતા. એટલુ જ નહીં, જે પંખા સાથે જિયા ખાન લટકેલી હાલતમાં મળ્યાં, તે પંખા ઉપર પણ જિયા કે બીજા કોઈના ફિંગર પ્રિંટ્સ નથી મળ્યાં.

jiahkhan
આ સાથે જ જિયાના માતા રાબિયા ખાનની શંકા વધુ મજબૂત બની છે અને તેઓ પોકારી-પોકારીને કહે છે કે જિયા ખાને આત્મહત્યા નહોતી કરી, પણ તેની હત્યા કરવામાં આવી છે તથા એફએસએલ રિપોર્ટ ઉપરથી સ્પષ્ટ છે કે સબૂત નષ્ટ કરવાના પુરતા પ્રયત્નો થયાં છે. આ અગાઉ જિયા ખાનની ફૉરેંસિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જિયાના નખ ઉપર કોઈ બીજાના માંસાનો ટુકડો તથા તેમના ઇનરવિયર પર કોઈ બીજાનું ખૂન જોવામાં આવ્યુ છે અને તેથી શંકા ઊભી થાય છે કે જિયાના મોત અગાઉ જિયા સાથે કંઈક ગરબડ કે છીના-ઝપટી તથા મારઝૂડ થઈ હશે.

જોકે રિપોર્ટ આવ્યા બાદ રાબિયા ખાને એકેય વાર પંચોલી પરિવારની કોઈ વ્યક્તિ સામે આરોપ નથી લગાવ્યો. જિયા ખાને આત્મહત્યા કર્યું, તે વખતે રાબિયાએ જ સૂરજ પંચોલી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો અને તેથી જ સૂરજ 23 દિવસ સુધી જેલમાં હતાં. હાલ તેઓ જામીન ઉપર બહાર છે. જિયા ખાનનું શબ 3જી જૂન, 2013ના રોજ તેમના ઘરે પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી.

English summary
No fingerprints have been found on the fan from which Jiah Khan's body was hanging said FSL Report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X