આશિકી મળશે પણ આશિયાનો નહિં મળે સન્નીને

મુંબઈ, 24 સપ્ટેમ્બર : પુખ્તો માટેની અભિનેત્રી સન્ની લિયોનની હૃદયપૂર્વક ઇચ્છા છે કે બૉલીવુડ પ્રેમીઓ તેમને દિલથી અપનાવી લે, પરંતુ તેની આ ઇચ્છા પૂર્ણ થતી હોય એવું લાગતું નથી.

Sunny Leone

હવે તમે પૂછશો કે કેમ અને કઈ રીતે? તો ચાલો અમે આપને બતાવી દઇએ. સન્ની એડલ્ટ ફિલ્મોની મલ્લિકા છે. લોકો તેને પોર્ન સ્ટાર તરીકે ઓળખે છે. તેની ફિલ્મો જોઈને વાહ-વાહ તો કરે છે, પણ તેને પોતાના ઘરમાં જોવા નથી માંગતા.

સન્ની હાલ કરોડો પૈસા લઈને મુંબઈના બિલ્ડરોને ત્યાં પોતાના પતિ સાથે ચક્કર લગાવી રહી છે, જેથી તેને માયાનગરીમાં એક આશિયાનો મળી જાય, પરંતુ સન્નીની પોર્ન ઈમેજને પગલે કોઈ પણ બિલ્ડર સન્નીને મકાન આપવા તૈયાર નથી.

એવું પણ સંભળાય છે કે સન્ની લિયોન લોકોને મોમાંગી કિંમત આપવા પણ તૈયાર છે. છતાં કોઈએ તેને ઘર વેચવાની ઑફર કરી નથી.

શક્ય છે કે આ જ એક મોટું કારણ હશે સન્ની લિયોનના પેલા નિવેદનનું, જેમાં તેણે જણાવ્યુ હતું કે હવે તે ફેમિલી પિક્ચર કરવા માંગે છે, જેથી લોકો તેની ફિલ્મો આખા કુટુમ્બ સાથે બેસીને જોઈ શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X