For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિલ્પા શેટ્ટીની મા સામે જાહેર થયુ બિન જામીનપાત્ર વૉરન્ટ, જાણો કારણ

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મા સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર થયુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મા સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર થયુ છે. તેમની સામે આ વૉરન્ટ 21 લાખ રૂપિયાની લોનની ચૂકવણી નહિ કરવાના કેસમાં થયુ છે. અંધેરી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરઆર ખાને શિલ્પા શેટ્ટીની મા સામે ગયા સપ્તાહે સમન જાહેર કર્યા હદતા. આ સમન શિલ્પા શેટ્ટીની મા સુનંદા અને બહેન શમિતા શેટ્ટી સામે જાહેર કર્યા હતા. બંને સામે આ નોટિસ બિઝનેસમેન દ્વારા બંને સામે છેતરપિંડી અને લોનની ચૂકવણી નહિ કરવાની ફરિયાદ બાદ જાહેર કરવામાં આવી હતી.

shilpa

જો કે શિલ્પા શેટ્ટીના પરિવારે કોર્ટની આ નોટિસને સેશન કોર્ટમાં પડકારી છે. સોમવારે સેશન જજ એજે ખાને મેજિસ્ટ્રેટ દ્વારા શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી સામે જાહેર કરેલ નોટિસ પર રોક લગાવી દીધી હતી પરંતુ શિલ્પા શેટ્ટીને કોઈ રાહત આપી નહોતી. કોર્ટે કહ્યુ કે શિલ્પા શેટ્ટીના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટી અને સુનંદા પોતાની ફર્મમાં પાર્ટનર હતા પરંતુ લોન બાબતની જ્યાં સુધી વાત છે તો તેમની બંને દીકરીઓ પણ આમાં પાર્ટનર હતી તેના પક્ષમાં કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નથી.

તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે મેજિસ્ટ્રેટે સુનંદા શેટ્ટીને કોર્ટમાં હાજર થવામાંથી છૂટ આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. સુનંદા મંગળવારે કોર્ટમાં હાજર થઈ નહોતી ત્યારબાદ કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કરી દીધો. પરહદ આમરાએ શેટ્ટી પરિવાર સામે આ કેસ નોંધાવ્યો છે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે સુરેન્દ્ર શેટ્ટીએ તેમની પાસેથી 2015માં પૈસા ઉધાર લીધા હતા, તેમને આ પૈસા જાન્યુઆરી, 2017માં પાછા આપવાના હતા પરંતુ તેમણે આ પૈસા ક્યારેય પાછા આપ્યા નથી.

English summary
Non bailable warrant issues against Shilpa Shetty mother Sunanda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X