For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુકેશ ચંદ્રશેખર મની લૉન્ડ્રીંગ મામલે ઘેરાઈ નોરા ફતેહી, દિલ્લી પોલિસે કરી પૂછપરછ

દિલ્લી પોલીસ EOW(આર્થિક ગુના વિંગ) એ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી અને ડાંસર નોરા ફતેહીની પૂછપરછ કરી હતી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દિલ્લી પોલીસ EOW(આર્થિક ગુના વિંગ) એ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી અને ડાંસર નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન નોરા ફતેહીને 50થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. નોરાને સુકેશ પાસેથી મળેલી ગિફ્ટ વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ સાથે નોરાએ સુકેશને મળવા અંગેના સવાલોના જવાબ પણ આપ્યા. નોરાએ પૂછપરછમાં પોલીસને સહકાર આપ્યો હતો. આ સાથે અભિનેત્રીએ જણાવ્યુ કે જેકલીન ફર્નાન્ડીઝ સાથે તેને કોઈ સંબંધ નથી અને તે બંને સુકેશ ચંદ્રશેખર સાથે અલગ-અલગ વાત કરતા હતા.

nora fatehi

જ્યારે સુકેશ કેસમાં નોરાની પૂછપરછ કરવામાં આવી ત્યારે અભિનેત્રીએ જણાવ્યુ કે સુકેશની પત્નીએ તેની સાથે નેલ આર્ટ ફંક્શન વિશે વાત કરી અને પછી તે તેને વારંવાર ફોન કરતી રહી. તેણે BMW અને કેટલીક ભેટ પણ આપી. નોરાએ એ પણ જણાવ્યુ કે તે સુકેશની ગુનાહિત પૃષ્ઠભૂમિ વિશે કંઈપણ જાણતી નથી. અભિનેત્રીએ જણાવ્યુ કે સુકેશે મારા મેનેજર અને કઝીન સાથે પણ વાત કરી હતી. નોરાએ કહ્યુ કે સુકેશ સાથે મારી વધુ વાતચીત થઈ નથી. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની પરેશાનીઓ ઘટતી નથી દેખાઈ રહી. અભિનેત્રીને દિલ્લીની એક અદાલતે મની લૉન્ડ્રીંગ કેસમાં સમન્સ પાઠવ્યુ હતુ.

અગાઉ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ EDએ જેકલીનને ખંડણીના નાણાંના લાભાર્થી તરીકે શોધી કાઢી હતી. EDનુ માનવુ છે કે જેકલીન પાસે પહેલેથી જ માહિતી હતી કે ઠગ સુકેશ ચંદ્રશેખર ખંડણીખોર છે. મુખ્ય સાક્ષીઓ અને આરોપીઓના નિવેદનો પરથી જાણવા મળ્યુ છે કે જેક્લીન ફર્નાન્ડિઝ વીડિયો કોલ પર સુકેશના સતત સંપર્કમાં હતી. આ સાથે ઈડીને તપાસમાં જાણવા મળ્યુ કે સુકેશ ચંદ્રશેખરે જેકલીનને 10 કરોડ રૂપિયાની ગિફ્ટ મોકલી હતી. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ જેકલીનની 7 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.

English summary
Nora Fatehi questioned by Delhi police EOW in connection with Sukesh case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X