For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોરા ફતેહીનુ સુકેશ કેસમાં 6 કલાક પૂછપરછ બાદ છલકાયુ દર્દ, કહ્યુ - 'હું પીડિત છુ, ષડયંત્ર રચનાર નહિ'

નોરા ફતેહીએ કહ્યુ છે કે, 'હું પોતે એક પીડિત છું, હું ષડયંત્રનો શિકાર બની હતી, હું ષડયંત્ર રચનાર નથી.'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી નોરા ફતેહીની 15 સપ્ટેમ્બરના રોજ દિલ્લી પોલીસની આર્થિક ગુના શાખા(ઈઓડબ્લ્યુ)એ જેલમાં બંધ ગુનેગાર સુકેશ ચંદ્રશેખરના 200 કરોડની છેતરપિંડીના કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્લી પોલીસે નોરા ફતેહીની કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે તેની સંડોવણી અંગે લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. અધિકારીઓએ દાવો કર્યો છે કે નોરા ફતેહીએ કહ્યુ છે કે, 'હું પોતે એક પીડિત છું, હું ષડયંત્રનો શિકાર બની હતી, હું ષડયંત્ર રચનાર નથી.' 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહીની મંદિર માર્ગ મુખ્યાલયમાં ઓછામાં ઓછા છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. EOW એ પિંકી ઈરાનીની પણ પૂછપરછ કરી, જેણે દેખીતી રીતે સુકેશને બૉલિવુડ અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી સાથે પરિચય કરાવ્યો હતો.

નોરાએ કહ્યુ - હું ખુદ ષડયંત્રનો શિકાર બની ગઈ છુ

નોરાએ કહ્યુ - હું ખુદ ષડયંત્રનો શિકાર બની ગઈ છુ

દિલ્લી પોલીસની પૂછપરછમાં નોરા ફતેહીએ કહ્યુ કે, 'હું પોતે આ કેસમાં ષડયંત્રનો શિકાર બની હતી, હું ષડયંત્રકારી નહોતી.' આ કહેતી વખતે નોરા ફતેહીએ પોલીસ સાથેની તેની ચેટના સ્ક્રીનશોટ પણ બતાવ્યા. નોરાએ તમિલનાડુમાં 'ચેરિટી' ઇવેન્ટમાં પોતાની યાત્રાનુ વિવરણ આપ્યુ અને કહ્યુ કે તેને એક્સીડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર અફસર ઝૈદી દ્વારા આમંત્રિત કરવામાં આવી હતી. આ ઈવેન્ટનુ આયોજન સુપર કાર આર્ટિસ્ટ્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

કોણે ઉઠાવ્યો હતો તમારી યાત્રાનો ખર્ચ?

કોણે ઉઠાવ્યો હતો તમારી યાત્રાનો ખર્ચ?

જ્યારે પોલીસે પૂછ્યુ કે તેના પ્રવાસ અને અન્ય ખર્ચ કોણે ચૂકવ્યા? નોરાએ જવાબમાં લેના પૌલનુ નામ લીધુ અને દાવો કર્યો કે તેની પાસે તેના પુરાવા પણ હશે. નોરાએ એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે તેણે ઇવેન્ટમાં હાજરી આપવા માટે BMW 5 સિરીઝની કાર લેવા માટે કોઈને પણ દબાણ કર્યુ હતુ.

'BMW કાર તો મને ગિફ્ટ કરવામાં આવી પરંતુ'

'BMW કાર તો મને ગિફ્ટ કરવામાં આવી પરંતુ'

નોરા ફતેહીએ કહ્યુ, 'BMW 5 સિરીઝની કાર મને વાસ્તવમાં પ્રેમ અને ઉદારતા બતાવવા માટે ભેટમાં આપવામાં આવી હતી.' નોરાએ કહ્યુ, મે પહેલા કાર લેવાની ના પાડી દીધી હતી. નોરાએ એ પણ ખુલાસો કર્યો હતો કે લીના તેને એક ઈવેન્ટમાં મળી હતી અને તેણે તેને ગુચી બેગ અને આઈફોન ગિફ્ટ કર્યા હતા. નોરાએ કહ્યુ, 'લીનાએ મને એક વ્યક્તિ સાથે વાતચીત કરાવી અને કહ્યુ કે તે નોરાની ફેન છે, ત્યારે જ મને ખબર પડી કે મને BMW ગિફ્ટ કરવામાં આવી રહી છે.'

પહેલા નોરાને ફસાવવા માંગતો હતો સુકેશ, વાત ન બની તો જેકલીન પર કર્યુ ફોકસ

પહેલા નોરાને ફસાવવા માંગતો હતો સુકેશ, વાત ન બની તો જેકલીન પર કર્યુ ફોકસ

આ પહેલા બુધવારે જેકલીન ફર્નાન્ડીઝ પણ આ કેસમાં આર્થિક ગુના વિંગ સમક્ષ હાજર થઈ હતી, જ્યાં તેનો સામનો પિંકી ઈરાની સાથે થયો હતો. એએનઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે દિલ્લી પોલીસની પૂછપરછ દરમિયાન જેકલીન અને પિંકી ઈરાની વચ્ચે શાબ્દિક યુદ્ધ થયુ હતુ. સુકેશે કથિત રીતે શરૂઆતમાં માત્ર નોરાને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે તે તેના પ્રયાસમાં નિષ્ફળ ગયો ત્યારે તેણે જેકલીન પર હાથ અજમાવ્યો.

ફસાઈ રહી છે જેકલીન

ફસાઈ રહી છે જેકલીન

એએનઆઈના એક અહેવાલ મુજબ જેકલીન સુકેશ ચંદ્રશેખરથી એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે તે તેને 'પોતાના સપનાનો માણસ' કહેવાનુ વિચારી રહી હતી અને તેની સાથે લગ્ન કરવાનુ પણ વિચાર્યુ હતુ. એએનઆઈ સાથે વાત કરતા સ્પેશિયલ કમિશ્નર ઓફ પોલીસ (EOW) રવિન્દર યાદવે કહ્યુ, 'જેકલીન માટે તે વધુ મુસીબત છે કારણ કે તેણે સુકેશનો ગુનાહિત ઇતિહાસ જાણ્યા પછી પણ તેની સાથે સંબંધ તોડ્યો નથી. પરંતુ જ્યારે કંઇક ખોટુ થવાની શંકા હતી ત્યારે નોરા ફતેહીએ પોતાની જાતને દૂર કરી લીધી હતી.'

English summary
Nora Fatehi questioned for 6 hours on conman Sukesh case, she says - I am a victim, not conspirator
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X