નોરા ફતેહીએ બિચ પર બિકીનીમાં કમાલના ડાન્સ મૂવ્સ દેખાડ્યા, વીડિયો વાયરલ
બોલિવૂડ બોલ્ડ અદાકારા અને અને ગ્લેમરસ ડાન્સર નોરા ફતેહીના ડાન્સના લાખો લોકો દિવાના છે. નોરાના તમામ ફેન્સ તેના કમાલના ડાન્સ મૂવ્સને પસંદ કરે છે. હવે નોરા ફતેહીએ ફરી એક વખત ફેન્સના દિલ ધડકાવ્યા છે. નોરાએ અહીં કિલર મૂવ્સ દેખાડીને ફેન્સની ધડકન વધારી છે.
હાલ નોરા ફતેહીનો એક ગ્લેમરસ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહી બિચ પર જોવા મળી રહી છે. અહીંથી નોરાના ડાન્સ અને બિકીની અંદાજે ફેન્સને પાગલ કર્યા છે. હવે આ વીડિયો છવાઈ રહ્યો છે.

નોરાએ તેનો આ ગ્લેમરસ ડાન્સ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં નોરા બ્લેક બ્રાલેટ અને બ્લૂ ડેનિમ શોર્ટમાં જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતા નોરાએ લખ્યુ કે, પ્લીઝ ટેક મી બૈક. આ વીડિયોમાં નોરા તેના ગ્લેમરસ અંદાજ સાથે સાથે કમાલના કિલર ડાન્સ મૂવ્સ દેખાડતી જોવા મળી રહી છે.
વીડિયોમાં નોરા દિલ ખોલીને દરીયા કિનારાનો આનંદ લઈ રહી છે. નોરા વીડિયોમાં પાણીમાં ડુબકી લગાવતી પણ જોવા મળી રહી છે. નોરાનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેના ડાન્સની સાથે તેના લુકની પણ પ્રશંસા કરી રહ્યા છે.
નોરા ફતેહીએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાના ડાન્સ અને લુક્સથી ફેન્સને દિવાના બનાવ્યા છે. નોરાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે. નોરા તેના ફેન્સને સમયે સમયે તેના ગ્લેમરસ લુક દેખાડતી રહે છે.
નોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલ અક્ષય કુમાર, મૌની રોય, દિશા પટની અને અન્ય બોલિવૂડ સ્ટાર્સ સાથે ધ એન્ટરટેઈનર્સ ટૂર માટે યુએસમાં હતી. તેનો આ પ્રવાસ હિટ સાબિત થયો છે અને નોરા ફતેહીના પણ ખૂબ વખાણ થયા છે.












Click it and Unblock the Notifications
