અક્ષય કુમાર નહિ, આંખે 2માં અમિતાભ બચ્ચન સાથે આ સ્ટાર્સ ધમાલ મચાવી શકે

અક્ષય કુમાર નહિ, આંખે 2માં અમિતાભ બચ્ચન સાથે આ સ્ટાર્સ ધમાલ મચાવી શકે

ફિલ્મ આંખે 2ને લઈ લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પહેલાં અમિતાભ બચ્ચન સાથે અનિલ કપૂર અને નવાજુદ્દીનની જોડીની અફવા હતી... પછી બિગ બી અને સેફ અલી ખાનની જોડીને લઈ વાતો થઈ હતી, વચ્ચે કાર્તિક આર્યનનું નામ પણ સામે આવ્યું... પરંતુ કોઈપણ સ્ટારકાસ્ટ ફાઈનલ નથી થઈ શકી. હાલ તાજા રિપોર્ટ્સ મુજબ આ ક્રાઈમ થ્રલર સીક્વલમાં અમિતાભ બચ્ચન સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને અક્ષય ખન્ના જોવા મળશે.

હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમની આંખો પર ફોકસ હતું. જે બાદથી ફેન્સ માની બેઠા કે આંખો 2માં સિદ્ધાર્થ જ હશે.

ફિલ્મ આંખે 2

ફિલ્મ આંખે 2

વિપુલ અમૃતલાલ શાહના નિર્દેશનમાં વર્ષ 2002માં આવેલી ફિલ્મ આંખે પોતાના કંટેંટને લઈ ઘણી ચર્ચામાં રહી હતી. જણાવી દઈએ કે હવે આના સીક્વલની કહાની બિલકુલ નવી હશે, પરંતુ તેમાં પહેલા પાર્ટની જેમ જ થ્રિલ જોવા મળશે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અંધરા માણસનો રોલ નિભાવશે, જણાવવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે.

સ્ટારકાસ્ટ

સ્ટારકાસ્ટ

રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન હામી ભરી ચૂક્યા છે. જ્યારે સિદ્ધાર્થને અપ્રોચ કરવામાં આવ્યો છે. આ બંને ઉપરાંત અક્ષય ખન્નાનુ્ં નામ પણ જોડવામાં આવી રહ્યું છે, જો કે તેમની સાથે જોડાયેલી જાણકારી હજી બહાર નથી આવી.

2006માં સીક્વલની ઘોષણા

2006માં સીક્વલની ઘોષણા

પહેલીવાર 2006માં આંખે 2ની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ નિર્માતા ગૌરંગ દોશી અને નિર્દેશક વિપુલ અમૃતલાલ શાહ વચ્ચે ઘણા પદભેદ પૈદા થઈ ગયા. જે બાદ સીક્વલ પર કામ અટકી ગયું.

10 વર્ષ બાદ ફરીથી ચર્ચા

10 વર્ષ બાદ ફરીથી ચર્ચા

2006 બાદ લાંબા સમય સુધી ફિલ્મને લઈ કોઈ ચર્ચા ના થઈ. લગભગ 10 વર્ષ બાદ 2016માં અનીસ બજ્મીએ જમાવ્યું કે તેઓ ફિલ્મ આંખે 2ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. આ વર્ષે ઘોષણા થઈ કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અર્જુન રામપાલ, ઈશા ગુપ્તા અને ઈલિયાના ડિક્રૂઝ મુખ્ય ભૂમિકામાં રહેશે.

આંખે

આંખે

હવે ફરી એકવાર ફિલ્મને લઈ ચર્ચા શરૂ થઈ છે... જોવું દિલચસ્પ રહેશે કે ફિલ્મની ફાઈનલ સ્ટારકાસ્ટ માટે કયા સ્ટાર્સ લૉક થાય છે. વર્ષ 2002માં રિલીઝ થયેલ ફિલ્મ આંખેમાં અક્ષય કુમાર, અર્જુન રામપાલ, પરેશ રાવલ, અમિતાભ બચ્ચન અને સુષ્મિતા સેૈને મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X