For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video/Pics : ધૂમ મચાવે છે યંગિસ્તાનનું ‘સુનો ના સંગમરમર...’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 ફેબ્રુઆરી : વર્ષ 2013માં બૉલીવુડનું નેશનલ એંથમ બન્યુ હતું આશિકી 2નું ગીત હમ તેરે બિન અબ જી નહીં સકતે... કે જેને સુરો વડે સજાવ્યુ હતું યુવા હૃદયના ધબકાર અરિજીત સિંહે. લાગે છે કે વર્ષ 2013ની જેમ જ અરિજીત સિંહ 2014માં પણ કમાલ કરવાની ફિરાકમાં છે. તેની શરુઆત તેમણે આગામી ફિલ્મ યંગિસ્તાનના સુપર હિટ ગીત સુનો ના સંગમરમર કી યે મીનારેં... દ્વારા કરી નાંખી છે.

વૅલેંટાઇન ડે પ્રસંગે રિલીઝ થયેલ આ ગીત આજે ટૉપ ટેનમાં સ્થાન મેળવી ચુક્યું છે. ફિલ્મમાં આ ગીત જૅકી ભાગનાની તથા અભિનેત્રી નેહા શર્મા ઉપર ફિલ્માવાયું છે. ગીતનું શૂટિંગ આગ્રાના તાજમહેલ સામે તથા લખનઉના આમ્બેડકર પાર્કમાં કરાયું છે. યંગિસ્તાન ફિલ્મ રાજકારણ તથા એક વ્યક્તિની પ્રણય-કથા પર આધારિત છે. ફિલ્મમાં જે રોલ જૅકી પ્લે કરી રહ્યાં છે, તેના અંગે કહે છે કે તે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીથી પ્રેરિત છે, પણ જૅકી આવું નથી માનતાં.

ચાલો તસવીરો સાથે જોઇએ જૅકી શું માને છે અને માણીએ સુનો ના સંગમરમર... ગીત પણ :

રાહુલ પ્રેરિત યંગિસ્તાન

રાહુલ પ્રેરિત યંગિસ્તાન

યંગિસ્તાન ફિલ્મની વાર્તા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીથી પ્રેરિત કહેવાય છે. ફિલ્મમાં જૅકી ભાગનાની અને નેહા શર્મા લીડ રોલમાં છે.

જૅકીનો ઇનકાર

જૅકીનો ઇનકાર

પરંતુ જૅકી ભાગનાનીનું કહેવું છે - ફિલ્મમાં મારૂ રૂપ-રંગ રાહુલ ગાંધી સાથે મળતુ લાગશે, પણ હું તેમની ભૂમિકામાં નથી.

સુનો ના સંગમરમર... હિટ

સુનો ના સંગમરમર... હિટ

યંગિસ્તાન ફિલ્મનું ગીત સુનો ના સંગમરમર... હિટ થઈ ગયું છે કે જેનું શૂટિંગ આગ્રાના તાજમહેલ નજીક કરાયું છે.

ટૉપ ટેનમાં સ્થાન

ટૉપ ટેનમાં સ્થાન

યંગિસ્તાનના આ ગીત સુનો ના સંગમરમર...નું શૂટિંગ લખનઉના આમ્બેડર પાર્ક ખાતે પણ કરાયું છે. આ ગીતે ટૉપ ટેનમાં સ્થાન મેળવી લીધું છે.

ફારુખ શેખની છેલ્લી ફિલ્મ

ફારુખ શેખની છેલ્લી ફિલ્મ

યંગિસ્તાન ફારુખ શેખની છેલ્લી ફિલ્મ હશે. તાજેતરમાં જ તેમનું નિધન થઈ ગયુ હતું. ફારુખની છેલ્લી રિલીઝ ક્લબ 60 હતી.

માર્ચમાં રિલીઝ

માર્ચમાં રિલીઝ

યંગિસ્તાન ફિલ્મ આગામી 28મી માર્ચે રિલીઝ થવાની છે.

માણો સુનો ના સંગમરમર...

વીડિયો ઉપર ક્લિક કરી માણો સુનો ના સંગમરમર... ગીત.

English summary
Actor Jackky Bhagnani is playing a politician in 'Youngistaan', but his role is not modeled on Congress vice president Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X