For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૃદ્ધ અભિનેત્રીઓને કામ નથી મળતું : નીના ગુપ્તા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 જુલાઈ : એંસીના દાયકામાં અભિનય કરનાર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીના ગુપ્તાનું કહેવું છે કે મનોરંજન જગતમાં ઢળતી વયના અભિનેત્રીઓ માટે કોઈ અવકાશ નથી. તેમનું કહેવું છે કે તેઓ પડદા ઉપર ઓછા દેખાય છે, કારણ કે ત્યાં તેમના જેવા લોકો માટે પુરતી તકો નથી.

એક ઇંટરવ્યૂમાં નીના ગુપ્તાએ જણાવ્યું - ભારતીય પરિવારોમાં પ્રૌઢ વયની મહિલા બેકાર મહિલા છે. તેવી જ રીતે પ્રૌઢ મહિલાઓને માંડ કોઈ રોલ મળે છે. આ સમાજનું પ્રતિબિંબ છે. હું આ ઉંમરે અભિનય પાસેથી વધુ આશાઓ નથી સેવતી.

નીનાએ 1983માં આવેલી જાને ભી દો યારોં ફિલ્મમાં અભિનય દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરી હતી. પછી 1994માં વો છોકરી ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સહ-અભિનેત્રી માટે નીનાને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યુ હતું. નીના ગુપ્તાએ ગાંધી, ધ ડિસીવર્સ તથા કૉટન મેરી જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યું.

તાજેતરમાં જ નીના ગુપ્તા મનીષ તિવારી દિગ્દર્શિત ઇસક ફિલ્મ દ્વારા મોટા પડદે નજરે પડ્યાં છે કે જેમાં તેમણે પડકારજનક રોલ કર્યો છે. સંજય દત્ત અભિનીત ખલનાયક ફિલ્મના ચોલી કે પીછે... ગીતમાં માધુરી દીક્ષિત સાથે નૃત્ય કરનાર નીના કહે છે કે પાત્રો માટે તેમનું ચોક્કસ માપદંડ નથી. જો તેમને કંઇક સારૂં લાગે છે અને તે પડકારજનક હોય, તો તેઓ કરશે. તેઓ વધુ વિચારતાં નથી.

English summary
Older actresses hardly have any role, says Neena Gupta.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X