વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ : ‘અગેન’ નહીં, ‘દોબારા’
મુંબઈ, 13 જૂન : ફિલ્મ દિગ્દર્શક મિલન લુથરિયાની ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેનનું શીર્ષક વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા કરી દેવાયું છે. ફિલ્મ હવે 15મી ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે.

માફિયા ગૅંગ પર આધારિત 2010ની ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈની સિક્વલ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મનું નિર્માણ બાલાજી મોશન પિક્ચર્સે કર્યું છે. કમ્પનીના ડિસ્ટ્રીબ્યૂશન તથા એક્વીઝિન ગિરીશ જોહરે નામ પરિવર્તનની પુષ્ટિ કરી હતી.
તેમણે જણાવ્યું - અભિનેતા અક્ષય કુમાર તથા ઇમરાન ખાન તેમજ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેમજ સોનાલી બેન્દ્રે અભિનીત ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈ દોબારા એટલે કે ઓયૂટીએમડી હવે 15મી ઑગસ્ટે રિલીઝ થશે. અગાઉ તેની રિલીઝ ડેટ 8મી ઑગસ્ટ હતી કે જે દિવસે શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
