For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરફાન ખાનની અંતિમ યાત્રામાં માત્ર 20 લોકો, મુંબઈ કબ્રસ્તાનમાં દફનાવાયુ શબ

બૉલિવુડના જાણીતા અભિનેતા ઈરફાન ખાનનુ નિધન થઈ ગયુ છે. તે 53 વર્ષના હતા અને ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

દેશ જે સમયે કોરોના વાયરસ જેવા એક મહાસંકટ સામે ઝઝૂમી રહ્યો છે, એ માયાનગરી મુંબઈથી દિલ તોડનારા સમાચાર સામે આવ્યા છે. પોતાની અદાકારીથી જાદૂ કરનાર અભિનેતા ઈરફાન ખાન આપણને સૌને સદાને માટે છોડીને ચાલ્યા ગયા. બૉલિવુડના જાણીતા અભિનેતા ઈરફાન ખાનનુ નિધન થઈ ગયુ છે. તે 53 વર્ષના હતા અને ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. ઈરફાન ખાનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી જેના કારણે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ઘણા કલાકો સુધી મોત સામે લડ્યા બાદ બુધવારે સવારે તેમનુ મોત થઈ ગયુ.

મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યુ ઈરફાન ખાનનુ શબ

મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યુ ઈરફાન ખાનનુ શબ

ઈરફાન ખાનના મોત બાદ આજે સવારે તેમનુ શબ મુંબઈ સ્થિત કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યુ. કોરોના વાયરસ સંકટ વચ્ચે ઈરફાન ખાનના અંતિમ સંસ્કારમાં પરિવારના માત્ર 20 લોકો જ શામેલ થઈ શક્યા. ઘરેથી જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી તો તેમાં કોરોનાના કારણે ઈરફાનના પરિવારના સભ્ય અને ખૂબ જ નજીકના લોકો જ શામેલ થઈ શક્યા. ઈરફાન ખાનના પરિવારના સભ્ય અને ખૂબ જ નજીકના લોકો જ શામેલ થઈ શક્યા. ઈરફાન ખાનના પાર્થિવ શરીરને મુંબઈ, વર્સોવા કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યુ. જે કબ્રસ્તાનમાં ઈરફાન ખાનનુ શબ દફનાવવામાં આવ્યુ તેની બહાર લોકો ઉભેલા જોવા મળ્યા. બપોરે 3 વાગે ઈરફાન ખાનને દફનાવવામાં આવ્યા.

બે-બે વ્યક્તિને અંતિમ દર્શન માટે મોકલવામાં આવ્યા

બે-બે વ્યક્તિને અંતિમ દર્શન માટે મોકલવામાં આવ્યા

ઈરફાનના જવાના સમાચાર સાંભળીને આખુ બૉલિવુડ શોકમા ંછે. ઈરફાન ખાનની અંતિમ યાત્રામાં તેમના ફેન્સ શામેલ થવા ઈચ્છતા હતા પરંતુ પોલિસ પ્રશાસને કોરોના વાયરસના કારણે તેમને મંજૂરી આપી નહિ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકો પણ કબ્ર્સ્તાનની બહાર માસ્ક પહેરેલા જોવા મળ્યા. તેમના પરિવારના લોકોએ તેમના અંતિમ દર્શન માટે 2-2 વ્યક્તિને મોકલવામાં આવ્યા.

20 લોકોની હાજરીમાં દફનાવવામાં આવ્યા

20 લોકોની હાજરીમાં દફનાવવામાં આવ્યા

તેમના અંતિમ સંસ્કાર માટે કડક પોલિસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. કોરોનાના કારણે બૉલિવુડના કલાકારો અને તેમના ફેન્સ અંતિમ યાત્રામાં શામેલ થવાની મંજૂરી ન મળતા તેમની અંતિમ યાત્રામાં માત્ર 20 લોકોને જ શામેલ થવાની મંજૂરી આપવામાં આવી. ખૂબ જ સીમિત લોકોની હાજરીમાં ઈરફાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

2018માં ઈરફાનને ન્યૂરોઈંડોક્રાઈન ટ્યુમર વિશે માલુમ પડ્યુ હતુ

2018માં ઈરફાનને ન્યૂરોઈંડોક્રાઈન ટ્યુમર વિશે માલુમ પડ્યુ હતુ

ઉલ્લેખનીય છે કે ઈરફાન ખાનને ન્યૂરોઈંડોક્રાઈન ટ્યુમર થયુ હતુ. માર્ચ 2018માં ઈરફાનને પોતાની બિમારી વિશે માલુમ પડ્યુ. આનો તેમણે લંડનમાં ઈલાજ કરાવ્યો હતો. એપ્રિલ 2019માં ભારત પાછા આવ્યા બાદ ઈરફાને અંગ્રેજી મીડિયમ, ફિલ્મનુ શૂટિંગ કર્યુ હતુ. મૂળ રાજસ્થાનના રહેવાસી ઈરફાન નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના છાત્ર રહી ચૂક્યા છે. નાના પડદે તેમણે ભારત એક ખોજમાં પણ કામ કર્યુ હરતુ. ત્યારબાદ તે ફિલ્મોમાં જોવા મળ્યા. મકબૂલ, લાઈફ ઈન એ મેટ્રો, ધ લંચ બૉક્સ, પીકૂ, હિંદી મીડિયમ, હાસિલ, પાન સિંહ તોમર જેવી ફિલ્મોએ તેમને એક અલગ મુકામ આપ્યુ.

આ પણ વાંચોઃ ઈરફાન ખાનના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ કહ્યુ - સિનેમાની દુનિયા માટે મોટી ખોટઆ પણ વાંચોઃ ઈરફાન ખાનના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ કહ્યુ - સિનેમાની દુનિયા માટે મોટી ખોટ

English summary
Only 20 people attended Irfan Khan's last ritual, the body of the actor buried in Mumbai cemetery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X