3જીમાં 30 નહીં, પણ 3 કિસિંગ સીન : સોનલ ચૌહાણ
મુંબઈ, 1 માર્ચ : ઝન્નત ફિલ્મ દ્વારા ફિલ્મી પડદે પ્રવેશ કરનાર અભિનેત્રી સોનલ ચૌહાણ લાંબેગાળે સિલ્વર સ્ક્રીન ઉપર પુનઃ આવી રહ્યાં છે. તે પણ ફિલ્મ અભિનેતા નીલ નિતિન મુકેશ સાથે ફિલ્મ 3જીમાં. કહે છે કે દિગ્દર્શક શાંતનુ રૉય બબ્બરની ફિલ્મ 3જીમાં સોનલ અને નીલનો ખૂબ જ બોલ્ડ અવતાર છે.

આ ફિલ્મમાં સોનલ અને નીલ વચ્ચે 30 કિસિંગ સીન્સ ફિલ્માવવામાં આવ્યાં છે, પરંતુ સોનલે આ બાબતને અસત્ય ગણાવી છે અને જણાવ્યું છે કે આ વાત માત્ર બકવાસ છે. ફિલ્મમાં 30 નહીં, પણ માત્ર 3 ચુંબન દૃશ્યો છે કે જે વાર્તાના હિસાબે ખૂબ જ ખૂબસૂરતી સાથે ફિલ્માવાયા છે, નહીં કે અશ્લીલતા સાથે.
સોનલે જણાવ્યું કે 3જી એક મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ છે કે જેમાં એક ઉત્તમ સંદેશ છે કે જેને લોગો પસંદ કરશે. ફિલ્મના પ્રોમો ઉપરથી અનુમાન કરાય છે કે ફિલ્મમાં ઇંટીમેટ સીન્સ ખૂબ હશે, પરંતુ હું જણાવી દઉં કે ફિલ્મમાં એવું કંઈ નથી.
તેમણે જણાવ્યું કે ફિલ્મમાં દો પ્યાર કરનાર યુવાન લોકોને દર્શાવાયા છે. તેથી કેટલાંક ક્લોઝ સીન્સ ફિલ્માવાયાં છે, પરંતુ આખી 3જી ફિલ્મ માત્ર અંતરંગ દૃશ્યોથી ભરેલી છે, એમ કહેવું ખોટું છે. નોંધનીય છે કે ફિલ્મમાં લીડ રોલ નીલ નિતિન મુકેશ કરી રહ્યાં છે કે જેમને ફિલ્મ પાસે ખૂબ અપેક્ષાઓ છે. તેમને લગે છે કે ફિલ્મ એક મોટી હિટ થશે. લાંબા સમયથી એક હિટ ફિલ્મ માટે તલસતા નીલની આશાઓ જોઇએ કેટલી સફળ થાય છે?












Click it and Unblock the Notifications
