For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત એક ખોજ-તમસના મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધન

પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ શુક્રવારે 93 વર્ષની વયે નિધન થયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ શુક્રવારે 93 વર્ષની વયે નિધન થયુ છે. જાણીતા મ્યૂઝિશિયન વનરાજ છેલ્લા ઘણા સમયથી તેઓ શારીરિક અને આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. અહેવાલો મુજબ છેલ્લા અમુક મહિનાઓમાં તેમની હાલત વધુ ખરાબ થઈ હતી અને છેવટે તેઓ મૃત્યુ પામ્યા. લિજેન્ડરી કમ્પોઝરને 1988માં બનેલી ગોવિંદ નિહલાનીની તમસ માટે શ્રેષ્ઠ મ્યૂઝિક માટે રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. 2012માં વનરાજ ભાટિયાને પદ્મશ્રી અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Vanraj Bhatia

વનરાજ ભાટિયાએ મંથન, ભૂમિકા, જાને ભી દો યારો,, 36 Chaurangi Lane, જૂનુન જેવી ફિલ્મો માટે મ્યૂઝિક કમ્પોઝ કર્યુ છે. ભારત એક ખોજ અને તમસ જેવા ટીવી શો માટે પણ તેમણે મ્યૂઝિક કમ્પોઝ કર્યુ. તેમને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યૂઝિકના સૌથી મોટા કમ્પોઝર કહેવામાં આવે છે. 1988માં ટીવી શો તમસ માટે તેમને નેશનલ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેઓ આર્થિક તંગી અને ઉંમર સંબંધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે ઘરનો સામાન પણ વેચવા કાઢ્યો હતો. તેઓ સિંગલ હતા અને સાઉથ મુંબઈના ઘરમાં એકલા રહેતા હતા. અભિનેતા કબીર બેદીએ તેમની મદદ કરી હતી. વનરાજે લગભગ 7000 જિંગલ કમ્પોઝ કર્યા છે.

1100 અંતિમ સંસ્કારમાં કરી મદદ, દીકરીના લગ્ન રાખ્યા મોકૂફ1100 અંતિમ સંસ્કારમાં કરી મદદ, દીકરીના લગ્ન રાખ્યા મોકૂફ

તેમણે શ્યામ બેનેગલીની ફિલ્મોના મ્યૂઝિક માટે જાણીતા હતા. તેમણે ઘણી ફિલ્મો માટે બેકગ્રાઉન્ડ સ્કોર અને ઘણા ટીવી શો માટે ઓપનિંગ ટાઈટલ બનાવ્યા. તેમનો જન્મ મુંબઈમાં થયો. તેમણે રૉયલ એકેડમી ઑફ મ્યૂઝિક લંડન અને પેરિસ કંજરવેટ્રીથી તેમણે અભ્યાસ કર્યો. તેમણે શમ્મી કપૂરની ફિલ્મ દિલ દેકે દેખોથી મ્યૂઝિકની શરૂઆત કરી હતી. તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2000માં સરદારી બેગમ અને હરી ભરી હતી.

English summary
Padma Shri music composer Vanraj Bhatia passes away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X