પદ્માવતી: થપ્પડ VS ફાયરિંગનો આરોપ અને વિવાદો

Posted By:
Subscribe to Oneindia News

જયપુરના જયગઢ કિલ્લામાં જ્યારે બોલીવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાળી તેમની આવનારી ફિલ્મ પદ્માવતીનું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે રાજસ્થાનની કરણી સેનાના કાર્યકર્તાઓએ સંજય લીલા ભણસાળીના પદ્માવતીના સેટ પર પહોંચી જઇને તોડફોડ કરી. સંજય સાથે પણ દૂરવ્યવ્હાર કર્યો. તેમની થપ્પડ મારવામાં આવી તેમના કપડા શીખે ફાડી નાખવામાં, તેમની ખુરશી ફેંકી દેવામાં આવી. કરણી સેના કહેવું છે કે ફિલ્મ પદ્માવતીમાં સંજય લીલા ભણસાળીને ઇતિહાસી સાથે છેડછાડ કરીને સત્ય ધટનાને બદલી છે.

Read also: જયપુરમાં ડાયરેક્ટર સંજય લીલા ભણસાણીને પડી થપ્પડ, જાણો કેમ?

ત્યારે ઘટના બાદ બોલીવૂડ અને કરણી સેના વચ્ચે એક મોટું વાકયુદ્ધ શરૂ થઇ ગયું છે. જ્યાં બોલીવૂડના તમામ મોટા દિગ્ગજો અને ડાયરેક્ટોએ સંજયનો સાથ આપ્યો છે. આ રીતના ખરાબ વર્તનને વખોડ્યો છે ત્યાં જ કરણી સેનાનો સંજય પર આરોપ છે કે તેમણે હવામાં બે ફાયરિંગ કર્યું. નોંધનીય છે કે આ તમામ વિવાદ હાલ મોટું સ્વરૂપ લઇ રહ્યો છે ત્યારે કરણી સેના અને બોલીવૂડ વચ્ચે શું વાક વિવાદ થયો વાંચો અહીં...

કરણી સેના

કરણી સેના

રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કલ્વીએ પદ્માવતી અંગે પોતાનો વિરોધ ચાલુ રાખતા જણાવ્યું છે કે અમે જોધા-અકબરને પણ રોકી હતી અને પદ્માવતીને પણ રોકશું. અમને પબ્લિસિટીની ભૂખ નથી. તેમણે કહ્યું કે ઇતિહાસને બનાવવા માટે અમારા પૂર્વજોએ પોતાની જાન આપી દીધી. શું વાત માટે અમારી પૂર્વજ મર્યા હતા? તેમણે કહ્યું કે ભણસાળીમાં હિમંત હોય તો જર્મનીમાં જઇને હિટલર વિરુદ્ધ ફિલ્મ બનાવીને બતાવે?

ફાયરિંગ વિવાદ

વળી તેમણે સંજય પર આરોપ પણ લગાવ્યો છે કે સંજયને અમને મળવામાં એટલો વાંધો હતો કે તેમણે હવામાં 3 ફાયરિંગ પણ કર્યા અમારા બાળકો પર. તેમણે કહ્યું કે અમે પોલિસને 2 ફાયર થયા છે તેનો પુરાવો આપ્યો છે.

શું છે વિવાદ?

શું છે વિવાદ?

નોંધનીય છે કે સંજય લીલા ભણસાળી પદ્માવતી નામની રાજસ્થાનની રાણીને ફિલ્મ બનાવી રહ્યા છે જેણે અલાઉદ્દીન ખિલજી આક્રમણ વખતે મોટી સંખ્યામાં અન્ય મહિલાઓ સાથે જૌહર કર્યું હતું. કરણી સેનાનું કહેવું છે કે ફિલ્મમાં ખિલજી અને રાણી પદ્માવતીનો એક લવ સીન પણ છે જેને તે નીકાળવા માંગે છે કારણે ખરેખરમાં ખિલજી અને પદ્માવતી કદી પણ રિયલ લાઇફમાં એકબીજાને મળ્યા નહતા

બોલીવૂડ

જો કે બીજી તરફ સમગ્ર બોલીવૂડ સંજય લીલા ભણસાણીના પક્ષમાં આવીને ઊભું રહ્યું છે. અનેક જાણીતા ફિલ્મ નિર્માતા, લેખકો અને બોલીવૂડ હસ્તીઓએ આ રીતેની મારપીટ અને તોડફોડને સખત શબ્દોમાં વખોડી છે.

English summary
Padmavati: Sanjay Leela Bhansali film Vs Karni sena. Read here all the update on this news.
Please Wait while comments are loading...