જયપુરમાં ડાયરેક્ટર સંજય લીલા ભણસાળીને પડી થપ્પડ, જાણો કેમ

Posted By:
Subscribe to Oneindia News

જાણીતા બોલીવૂડ ડાયરેક્ટર સંજય લીલા ભણસાળી સાથે જયપુરમાં દુરવ્યવ્હાર કરવામાં આવ્યો. કરણી સેનાના કાર્યકર્તાઓએ ભણસાળી સાથે ધક્કા મુક્કી કરી અને શૂટિંગ દરમિયાન રાખેલા ઉપકરણો અને સ્પીકરની તોડફોડ કરી. મીડિયા રિપોર્ટ મુજબ કરણી સેનાના એક કાર્યકર્તાએ ભણસાળીને થપ્પડ પણ મારી. જે બાદ ત્યાં પહોંચેલી પોલીસે સ્થિતિ સંભાળતા હતી. હાલ પૂરતું ફિલ્મનું શુટિંગ રોકવામાં આવ્યું છે. નોંધનીય છે કે સંજય લીલા ભણસાળી અહીં પોતાની આગામી ફિલ્મ પદ્માવતીનું શૂટિંગ કરી રહ્યા હતા. જયપુરના જયગઢ કિલ્લામાં આ શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે.

sanjay


કરણી સેનાના કાર્યકર્તાઓનો આરોપ છે કે ભણસાળીની ફિલ્મ પદ્માવતીમાં ફિલ્મના ઇતિહાસ જોડે છેડછાડ કરવામાં આવ્યો છે. અને તથ્યોને પણ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કરણી સેનાનું કહેવું છે કે તેમણે અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતીની વચ્ચે કથિત રૂપે એક લવ સીન ફિલ્માવ્યો છે જે આપત્તિજનક છે. નોંધનીય છે કે અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા રણવીર સિંહ અને રાણી પદ્માવતીની ભૂમિકા દિપીકા પાદુકોણ નિભાવી રહી છે.

કરણી સેનાનું કહેવું છે કે રાણી પદ્માવતી કદી પણ અસલ જીવનમાં ખિલજીને નહતી મળી. તે તો તેવી શૂરવીર નારી હતી જેમણે ખિલજીના આક્રમણ પછી તેના હાથે લાગવાના બદલે મહેલની અન્ય મહિલા સાથે આગમાં બળીને જૌહર કરવાનું સલાહભર્યું સમજ્યું હતું. જીવતે જીવત રાણી પદ્માવતીએ ખિલજી જેવા પર પુરુષનો પડછાયો પણ પોતાના પર પડવા નહતો દીધો.

ત્યારે આવા સમયે ખિલજીની સામે પદ્માવતી પોતાની જાતને સમર્પિત કરી તેવું બતાવવું રાણી પદ્માવતીના બલિદાનનું અપમાન કરવા સમાન છે. કરણી સેનાનું માંગણી છે કે ભણસાળી તેમની ફિલ્મના આવા દ્રશ્યોને હટાવે. અને ફિલ્મના પ્રમોશનના નામે ઇતિહાસ જોડે આવા ચેડા કરવાનું રહેવા દે. તમને જણાવી દઇએ કે કરણી સેનાએ હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ જોધા અકબરનો પણ વિરોધ કર્યો હતો. અને આ ફિલ્મને રાજસ્થાનમાં બેન કરવામાં આવી હતી.

English summary
Filmmaker Sanjay Leela Bhansali was attacked and the sets of his film Padmavati at a fort in Jaipur were vandalized by protesters who alleged that the film shows a much-celebrated Rajput queen in poor light.
Please Wait while comments are loading...