પદ્માવત: કરણી સેનાએ સંજય લીલા ભણસાલીનું માથુ કાપવાની આપી ધમકી

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ 'પદ્માવત' અંગેનો વિવાદ પૂર્ણ થાવનું નામ નથી લેતો. કરણી સેનાએ 'પદ્માવત'ના નિર્દેશક સંજય લીલા ભણસાલીનું માથું કાપવાની જાહેરાત કરી છે. કરણી સેના અહીં નથી અટકી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા લાયસન્સ ફ્રી હથિયાર રાખવાની પરવાનગી આપવામાં આવે. એટલે કે કોઇપણ ક્ષત્રિય લાયસન્સ વિના હથિયાર રાખી શકે, એવો કાયદો બંધારણમાં પાસ કરાવવો જોઇએ. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પદ્માવત'ના વિરોધને કારણે ચર્ચામાં આવેલ કરણી સેનાના સભ્યોએ બુલંદશહેરમાં હથિયારોનું પ્રદર્શન કર્યું હતું. કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરપ્રતાપ સિંહે બુલંદશહેર પહોંચીને સંજય લીલા ભણસાલીનું માથુ વાઢવાની જાહેરાત કરી હતી.

Padmavati

વીરપ્રતાપ સિંહે કહ્યું કે, સરકાર દ્વારા ફ્રી લાયસન્સ હથિયાર રાખવાની પરવાનગી આપવામાં આવે. કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષે આગળ કહ્યું કે, અમે ફિલ્મ 'પદ્માવત' દેશમાં કે વિદેશમાં ક્યાંય રિલીઝ નહીં થવા દઇએ. આ અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાતચીત કરવામાં આવશે. આ ફિલ્મથી રાજપૂતોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, 'પદ્માવત' ભારે વિવાદ બાદ 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થનાર છે. સેન્સર બોર્ડે ફિલ્મ 'પદ્માવત'માં 5 પરિવર્તનોનું સૂચન આપી તેને લીલી ઝંડી આપી હતી. વિવાદિત ફિલ્મ 'પદ્માવત'માં 300 કટ લગાવવામાં આવ્યા છે, પરંતુ કરણી સેનાનું કહેવું છે કે, ફિલ્મના નામમાં પરિવર્તન કરવાથી કંઇ નહીં થાય. સેન્સર બોર્ડે ફિલ્મ 'પદ્માવત' પર રોક લગાવવી પડશે. જો ફિલ્મ રિલીઝ થઇ તો હવે ફિલ્મનો વિરોધ હથિયારો સાથે થશે.

English summary
karni sena opposing the release movie padmavat. Read more drtail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.