'પદ્માવત' ફિલ્મના નામે BJP રાજકારણ રમે છે: શક્તિસિંહ ગોહિલ

Written By:
Subscribe to Oneindia News

'પદ્માવત' ફિલ્મ મામલે રાજ્યમાં વિવાદ વધતો જાય છે. રવિવારે ઉગ્ર વિરોધ પ્રદર્શનની આશંકા હેઠળ રાજ્યના ઘણા વિસ્તારોમાં બસ સેવા રદ્દ કરવામાં આવી હતી. શનિવારની માફક જ રવિવારે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિરોધના આછા વાવંટોળ જોવા મળ્યા હતા. સુરતમાં કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તંગવાળી પરિસ્થિતિને કારણે અનેક જિલ્લાઓમાં એસટી બસ સેવા રદ્દ કરાઇ હતી અને બસ મથકે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

ભાજપ રાજકારણ રમતી હોવાનો આરોપ

ભાજપ રાજકારણ રમતી હોવાનો આરોપ

આ મામલે હવે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ટિપ્પણી કરી છે અને તેમણે રાજ્યમાં જન્મેલ આ સમસ્યા માટે ભાજપને જવાબદાર ગણાવતા આરોપ મુક્યો હતો કે તેઓ આ ફિલ્મના નામે રાજકારણની રમત રમી રહ્યાં છે. સોમવારે તેમણે મીડિયા સાથે વાત કરતાં આ અંગે કહ્યું હતું કે, ભાજપની દ્વિપક્ષી નીતિ અને વિચારધારાને કારણે સમસ્યા ઊભી થાય છે. ભાજપ શાસિત રાજ્યોએ કહી દીધું કે, અમે 'પદ્માવત' ફિલ્મ અમારા રાજ્યોમાં રિલીઝ નહીં થવા દઇએ. આનો અર્થ સ્પષ્ટ છે કે, આ ફિલ્મમાં એવી વસ્તુઓ છે જે દર્શાવી ન શકાય. જો આ ભાજપનું નાટક નહોતું તો ભાજપે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોષી, જે મોદીજીના મુખ્ય એડ કેમ્પેનર છે, તેમને કહીને 'પદ્માવત' પરનું સર્ટિફિકેટ પરત ખેંચાવી લેવું જોઇતું હતું.

અમદાવાદમાં 10 થિયેટરમાં ફિલ્મ રિલીઝ થશે

અમદાવાદમાં 10 થિયેટરમાં ફિલ્મ રિલીઝ થશે

એક તરફ પાટણમાં પરિસ્થિતિ સામાન્ય થતાં વિવિધ બસ રૂટ પર સેવા શરૂ કરવામાં આવી ત્યાં સાથે જ સિનેમાગૃહોમાં ફિલ્મ પદ્માવત રિલીઝ નહીં કરવાનો પણ નિર્ણય લેવાયો છે. પાટણમાં કલેક્ટર, પોલીસ, મલ્ટીપ્લેક્સના મેનેજરો વચ્ચે બેઠક યોજાઇ હતી અને એ પછી આ નિર્ણય લેવાયો હતો. તો અમદાવાદમાં ભારે વિરોધ છતાં પણ 10 જેટલા સિનેમાગૃહોમાં ફિલ્મ રિલીઝ થશે એમ કહેવાઇ રહ્યું છે, જેમાં આલ્ફા 1, હિમાલયા મોલ, ડ્રાઇવ ઇન, કે સેરા સેરા, સિનેમેક્સ, પીવીઆર વગેરે જેવા સિનેમાગૃહોનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં 10 થિયેટરમાં ફિલ્મ રિલીઝ થશે

અમદાવાદમાં 10 થિયેટરમાં ફિલ્મ રિલીઝ થશે

એક તરફ પાટણમાં પરિસ્થિતિ સામાન્ય થતાં વિવિધ બસ રૂટ પર સેવા શરૂ કરવામાં આવી ત્યાં સાથે જ સિનેમાગૃહોમાં ફિલ્મ પદ્માવત રિલીઝ નહીં કરવાનો પણ નિર્ણય લેવાયો છે. પાટણમાં કલેક્ટર, પોલીસ, મલ્ટીપ્લેક્સના મેનેજરો વચ્ચે બેઠક યોજાઇ હતી અને એ પછી આ નિર્ણય લેવાયો હતો. તો અમદાવાદમાં ભારે વિરોધ છતાં પણ 10 જેટલા સિનેમાગૃહોમાં ફિલ્મ રિલીઝ થશે એમ કહેવાઇ રહ્યું છે, જેમાં આલ્ફા 1, હિમાલયા મોલ, ડ્રાઇવ ઇન, કે સેરા સેરા, સિનેમેક્સ, પીવીઆર વગેરે જેવા સિનેમાગૃહોનો સમાવેશ થાય છે.

સુરતમાં રવિવારે ઉગ્ર વિરોધ

સુરતમાં રવિવારે ઉગ્ર વિરોધ

'પદ્માવત' ફિલ્મના વિરોધમાં રવિવારે સુરતમાં કેટલાક વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું, જે મામલે કાપોદ્રા અને કતારગામ 11થી વધુ લોકોની અટકાયત કરી હતી. આ મામલે સોમવારે સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગઇ કાલે વિવિધ વિસ્તારોમાં જુદા-જુદા પ્રકારના ટોળાઓએ ભેગા થઇ ગાડીઓ રોકી, ટાયરો સળગાવ્યા, પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો અને એક બસનો કાચ તોડવાનો બનાવ બન્યો હતો. આ બધું એક પૂર્વ-નિયોજિત કાવતરાનો ભાગ હોવાનું અમારું માનવું છે. આ અંગે અમે તાત્કાલિક પગલાં લઇ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. જ્યાં જરૂર હતી ત્યાં બળનો ઉપયોગ કરી મિનિમમ ડેમેજ સાથે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.

"શહેરની શાંતિ ભંગ થવા દેવામાં આવશે નહીં"

તેમણે આગળ કહ્યું કે, આ મામલે જુદા-જુદા 5 પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તમામ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરશે, કયા લોકોએ વિરોધને ઉગ્ર બનાવ્યો, કયા નેતા કે સંગઠનોની સંડોવણી હતી એ તમામની તપાસ થશે અને જરૂર લાગતા કાયદાકીય કાર્યવાહી હેઠળ ધરપકડ પણ કરવામાં આવશે. આવું કાવતરું કરનારા લીડર સાવધાન રહે. વિરોધ કરવો હોય તો શાંતિપૂર્ણ રીતે કરે, કોઇપણ સંજોગોમાં શહેરની શાંતિ ભંગ થવા દેવામાં આવશે નહીં

English summary
Padmavat row: BJP is playing politics on the name of this film, says shaktisinh gohil

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.