અમદાવાદ: "પદ્માવત મુદ્દે શાંતિ ડહોળનાર સામે થશે કડક કાર્યવાહી"

Subscribe to Oneindia News

ગુજરાતમા ઠેર ઠેર 'પદ્માવત' ફિલ્મના રીલીઝમાં આગચંપી થઈ રહી છે અને સતત માહોલ ઉગ્ર બની રહ્યો છે, ત્યારે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે જે તત્વો અશાંતિ ફેલાવશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તેના માટે 11 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

gujarat dgp incharge

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં પણ અશાંતિ ફેલાવતા કે મેસેજ વાયરલ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી પ્રમોદ કુમારે કહ્યું કે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 6 આઈજી, 14 ડીવાયએસપી, 41 પીઆઈ, 237 પીએસઆઈ, 8 એસઆરપીની કંપની અને 2 આરએએફની કંપની ઉપરાંત 11,500 જવાનોને તૈનાત કરાયા છે. તો સાથે હોમગાર્ડના જવાનોની પણ મદદ લેવાઈ છે. સંવેદનશીલ વિસ્તારમાં આરએએફની ટુકડીઓ મંગાવવામાં આવી છે અને પોલીસ પેટ્રોલિંગ ત્રણ ગણું વધારી દેવાયું છે. પેટ્રોલિંગના વાહનમાં વીડિયોગ્રાફર પણ રાખવામાં આવશે.

English summary
What Gujarat DGP incharge said about Padmavat protest?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.